આપના પ્રશ્ન – ડો. શિતલ પંજાબી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

સવાલ-
મારી દીકરી ની ઉંમર 17 વર્ષ ની છે અને માસિક આવ્યું જ નથી અને સ્તન પણ વિકસ્યા નથી અને હું ખૂબ ચિંતિત છું, યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી કરું છું.
જવાબ-
આપની ચિંતા સ્વાભાવિક છે. જવલ્લે જ જોવા મળતી આવી તકલીફ માં કુદરતી, જન્મ જાત ખામી જવાબદાર હોય છે, જેમાં ગર્ભાશય, યોનિ માર્ગ અને અંડાશય – અવિકસિત કે અલ્પવિકસીત હોય છે.
નિદાન માટે, નિષ્ણાત ગાયનેક પાસે યોગ્ય તપાસ કરાવવી જોઈએ. સોનોગ્રાફી, બ્લડ ની અંદર હોર્મોન ની તપાસ અને જરૂર હોય ત્યારે રંગસૂત્રો ની તપાસ કરાવી યોગ્ય સારવાર કરવી જોઇએ.
કેટલીક વાર, ફકત દવા કે ઇન્જેક્શન થી તકલીફ માં ફાયદો થાય છે.
કેટલીક વાર, દૂરબીન ની સારવાર જરૂર પડે છે.અને કોસ્મેટિક ગાયનેક પધ્ધતિ નો ઉપયોગ કરી ને સારવાર કરી શકાય છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •