કુમકુમ મંદિર ખાતે જન્માષ્ટમી અને રામાનંદસ્વામીની જયંતી ઉજવાઈ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

*કુમકુમ મંદિર ખાતે જન્માષ્ટમી અને રામાનંદસ્વામીની જયંતી ઉજવાઈ.*
– શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ તા. ર૧ – ૭ – ઈ.સ. ૩રર૮ ના થયો હતો.
– ૧રપ વર્ષ ૭ માસ, ૭ દિવસ આ પૃથ્વી ઉપર મનુષ્યરૂપે રહ્યાં હતા.

– શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદસ્વામીની ર૮૩ મી જયંતી ઉજવાઈ.

જેમ શ્રી કૃષ્ણે દ્રૌપદીની લાજ રાખી હતી અને તેને વસ્રો પૂર્યા હતા. તેમ આજના યુવાનોએ બહેન – દિકરીની મશ્કરી થતી હોય, તો મદદ કરવી જોઈએ. – સાધુ પ્રેમવત્સલદાસજી

તા.૧૯ ઓગષ્ટના રોજ સદ્ગુરૂ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ ખાતે જન્માષ્ટમીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરૂ જે રામાનંદ સ્વામી તેમની ર૮૩મી પ્રાગટ્ય જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

 

*સાધુ પ્રેમવત્સલદાસજીએ માહિતી આપતા જણાવ્યું હતું કે*, આ પ્રસંગે રાત્રે ૯ – ૩૦ થી ૧ર – ૦૦ વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. આ પ્રસંગે શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી શ્રાવણમાસ અંતર્ગત કથામૃતનું પાન કરાવ્યું હતું. ત્યારબાદ ભજન – કીર્તન – ઔચ્છવ કરીને તેની ઉજવણી કરવામાં આવી હતી. રાત્રે – ૧ર – ૦૦ વાગે શ્રી હરિકૃષ્ણ મહારાજને સુશોભિત પારણિયામાં ઝુલાવવામાં આવ્યા હતા અને આરતી ઉતારીને અંતમાં પંચાજરીનો પ્રસાદ વ્હેંચવામાં આવ્યો હતો.

શ્રી સહજાનંદ સ્વામી એટલે કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનના દીક્ષા ગુરુ રામાનંદસ્વામીની પ્રાગટ્ય જયંતી શ્રાવણ વદ – આઠમના રોજ હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જન્માષ્ટમી અંગે અને શ્રી કૃષ્ણ ભગવાન અંગે આંકડાકીય માહિત આપતા જણાવ્યું હતું કે, વારણસી ખાતેની વૈદિક શોધ સંસ્થાનમ્‌ દ્વારા બહાર પાડેલી ગણતરી પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય દ્વાપરયુગમાં ઈ.સ. ૩રર૮ ની તા. ૧૯ જુલાઈ ના રોજ રાત્રે બાર વાગે થયું હતું તેમ માનવામાં આવે છે. મહાભારતના યુદ્ધ વખતે તેમની ઉંમર ૮૯ વર્ષ , ર માસ , ૭ દિવસની હતી.તેઓ ૧રપ વર્ષ ૭ માસ, ૭ દિવસ આ પૃથ્વી ઉપર મનુષ્યરૂપે રહ્યા હતા. તેમનો અગ્નિ સંસ્કાર વિધી અર્જુને કર્યો હતો તેમ માનવામાં આવે છે.

*:- કૃષ્ણના જીવનમાંથી યુવાનોને સંદેશ :-*

આજના યુવાનોએ આજના સમયને ધ્યાનમાં રાખીને શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાંથી શું સંદેશો – પ્રેરણા લેવી જોઈએ તે અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,જેમ શ્રી કૃષ્ણે દ્રૌપદીની લાજ રાખી હતી અને તેને વસ્ત્રો પૂર્યા હતા. તેમ આજના યુવાનોએ બહેન – દિકરીની મશ્કરી થતી હોય,તેમની સલામતિ જોખમમાં હોય ત્યારે તેમની રક્ષા કરવી જોઈએ. અને ક્યારેય બહેન દિકરીઓ ઉપર કૃદ્રષ્ટી ના કરવી જોઈએ.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
– મો. ૯૮૯૮૭૬૫૬૪૮

TejGujarati