નર્મદા ડેમ 91 ટકા ભરાઈ જતા ચાલુ સીઝનમાં પહેલી વાર હાઇએલર્ટ પર મૂકાયો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા

નર્મદા ડેમ 91 ટકા ભરાઈ જતા ચાલુ સીઝનમાં પહેલી વાર હાઇએલર્ટ પર મૂકાયો

ગરુડેશ્વરનો વિયર કમ કોઝવે પણ ઓવરફ્લો થયો

વિયર ડેમ 6 મીટરથી ઓવરફ્લ થતાં રમણીય કુદરતી નજારો જોવ
પ્રવાસીઓ ઉમટ્યા

ડેમનીસપાટી 135.93
મીટરે પહોંચી

નર્મદા મૈયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું

આસપાસના વિસ્તારોમાં
સર્જાઈ તારાજી

ખેતરોમાં પાણી ફરી વળતા લાખોના નુકશાનની સેવાતી ભીતિ

રોડ પર પાણી
ફરી વળતાં ખેતરો, રોડ-રસ્તા એક થયાના દ્રશ્યો સર્જાયા

રાજપીપલા, તા 18

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થવાને કારણે નર્મદા ડેમ 90 ટકા ભરાઈ જતા ચાલુ સીઝનમાં પહેલી વારડેમને હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યો છે. જેને કારણે વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે.ગરુડેશ્વરનો વિયર કમ કોઝવે પણ ઓવરફ્લો થયોછે હાલ વિયર ડેમ 6મીટર ઉપરથી ઓવરફ્લો થતાં નર્મદાનદીમાં વિશાળ જળ રાશિનો ધસમતો પ્રવાહ આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા લાખોના નુકશાનની ભીતિ સેવાઈ રહીછે.આસપાસના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાયાંના અહેવાલ છે.બીજી તરફ રોડ પર નર્મદાના પાણીરોડ પર ફરી વળતા ખેતરો, રોડ-રસ્તા એક થયાના દ્રશ્યો સર્જાયા છે.જેને કારણે ઉભા પાક પર પાણી ફરીવળતા લાખો રૂપિયાનું નુકશાન થયું
હોવાની સંભાવના છે. મકાઇ,શાકભાજીના પાકને મોટુ નુકશાન થયું
હોવાના અહેવાલ છે.

હાલ નર્મદા ડેમની સપાટી 135.65 મીટર છે,
જેમાં પાણીની આવક
6,54,202ક્યુસેક થઇ રહી છે. જેના લીધે ડેમમાં
પાણીનો ગ્રોસ સ્ટોરેજ 8514 મિલિયન ઘન મીટરનોંધાયો છે
છે. ડેમની સંપૂર્ણ સપાટી 138.68 મીટરે
ભરાય તો ગ્રોસ સ્ટોરેજ 9460 MCM
થાય. હાલ કુલ ગ્રોસ સ્ટોરેજના 91%
પાણીથી નર્મદા ડેમ ભરાયો છે.
ઉપરવાસના ડેમ તથા કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા વરસાદથી ડેમમાં
નવા પાણીની આવક થઇ રહી છે. 6.54લાખ ક્યુસેકની આવક સામે નદીમાંપાણીની જાવક 5,62,679 ક્યુસેક છે.
ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીનું લેવલ 26.50 ફૂટે પહોંચ્યું છે.

નર્મદા ડેમના ઉપરવાસના જળાશયોમાંથીનર્મદા ડેમમાં સરેરાશ 6.54 લાખ ક્યુસેકથીપણ વધુ પાણીની આવક થતા નર્મદા ડેમની
જળસપાટી 135.93મીટરે પહોંચી છે. વધુ
માત્રામાં પાણીની અવાકને પગલે નર્મદાડેમના 23 ગેટ ખોલીને નર્મદા ડેમમાંથી
લગભગ 5.62 લાખ ક્યુસેક પાણીનો જથ્થો
નર્મદા નદીમાં છોડાઈ રહ્યો છે. ત્યારે નર્મદાનદીએ હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અનેગરુડેશ્વર વિયર કમ કોઝવે ઓવર ફ્લોથઈ રહ્યો છે. નર્મદા નદીની જળ સપાટીનુંલેવલ ઊંચું આવતાં 12 કિલોમીટર દૂર
ગરૂડેશ્વર ખાતે આવેલ વિયર કમ કોઝવે
ડેમ ઓવરફ્લો થયો છે. હાલમાં વીઆર
ડેમ 6 મીટરથી ઓવરફ્લો થતાં તેનોરમણીય કુદરતી નજારો જોવા ખૂબ મોટી
સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.

નદીમાં વધેલા જળ સ્તરના કારણેઆસપાસના વિસ્તારોમાં તારાજી
સર્જાઈ છે. જળ મગ્ન બનેલા ખેતરોમાં
મોટા પ્રમાણમાં નુક્શાનીની ભીતિસેવાઇ રહી છે. ઉભા પાક પર પાણી ફરી
વળતા લાખો રૂપિયાનું નુકશાન થયુંહોવાની સંભાવના છે. મકાઇ,
શાકભાજીના પાકને મોટુ નુકશાન થયુંહોવાનું જાણવા મળી રહ્યું છે. નર્મદાનદીની જળ સપાટીમાં સતત વધારો થઇરહ્યો છે. જેના લીધે ગામડાઓના સંપર્ક
કરતાં રસ્તાઓ પર પાની ફરી વળ્યું છે.
રસ્તા પર પાણી ફરી વળતા
વાહનચાલકો પરેશાન છે. રોડ પર પાણીફરી વળતાં ખેતરો, રોડ-રસ્તા એક થયાહોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
હવામાન વિભાગના ડો. મનોરમામોહન્તીના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં21મી તારીખ સુધી ગુજરાતમાં સામાન્ય
વરસાદ રહેવાની શક્યતા છે. પરંતુ22મી તારીખથી વરસાદની એક્ટિવિટી
વધવાની સંભાવના છે. 22મી તારીખેબનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી
વિસ્તારોમાં ભારે વરસાદ થવાનીશક્યતા છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati