મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી હાલ 7.24 લાખ ક્યુસેક પાણી છોડાયું

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

મધ્યપ્રદેશના
ઓમકારેશ્વર ડેમમાંથી હાલ 7.24 લાખ ક્યુસેક પાણી છોડાયું

રાજપીપલા,તા 17

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી વધુ માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઓમકારેશ્વર ડેમમાંથી હાલ 7.24 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે.જે પાણી 32કલાકમાં નર્મદા ડેમમાં આવશે.
નર્મદા ડેમના ડાઉન્સ્ટ્રીમના ગામો માટે સંવેદનશીલ નિર્ણય સરદાર સરોવર નર્મદા નિગમે કર્યોછે.તે મુજબ હવે 7.24 લાખ ક્યુસેક સામે 5.44 લાખ ક્યુસેક પાણી જ નર્મદા ડેમમાંથી છોડાશે.વધારાનો પાણીનો સંગ્રહ ડેમમાં કરાશે જેથી નર્મદા,વડોદરા અને ભરૂચના કાંઠા વિસ્તારના ગામોને પૂરની અસરોથી બચાવી શકાય.વધારાનું 1,80,000 ક્યુસેક પાણીનો સંગ્રહ કરવામાં આવનાર હોય ડેમની સપાટીમાં સતત વધારો નોંધાશે…
………………………………

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati