આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના વન વૈભવને વધુ સમૃદ્ધ કરવા માટે રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે ૭૩માં વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

રાજપીપળા ખાતે ૭૩માં વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ ઉજવાયો

રાજપીપલા,તા.12

આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના વન વૈભવને વધુ સમૃદ્ધ કરવા માટે રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે ૭૩માં વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.સાંસદ મનસુખભાઇ વસાવાએ ઉપસ્થિત રહી વન મહોત્સવના મહત્વ અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.તથા કાર્યક્રમના ભાગરુપે રોપાઓ રોપી વનનું જતન કરવાના સંદેશ હેતુ લોકોને વિવિધ પ્રકારની સહાયો આપી હતી

સાંસદ મનસુખભાઈએ જણાવ્યું હતું કઉં આપણા રાજ્યમાં વર્ષોથી વન મહોત્સવની ઉજવણીની પરંપરા ચાલી રહેલ છે. ગુજરાત સરકારે વન મહોત્સવ દ્વારા પ્રકૃતિપ્રેમી ની આરાધના કરવાનો પ્રયાસ કરવામાં આવી રહેલ છે. આપણે સૌએ સરકારની આ મુહિમને આગળ વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. આજે પ્રકૃતિમાં અસંતુલન માનવજાત ને કારણે જોવા મળી રહેલ છે. જો પ્રકૃતિ સાથે સંતુલન કરવું હોઈ તો આપણે પ્રકૃતિ સાથે પ્રેમ કરતા શીખવું જોઈએ. આપણે એવા પ્રકૃતિ પ્રેમી છે કે જે છોડમાં રણછોડ છે એ ભાવના લઈને જીવનાર લોકો છે.

આપણા દરેક ભાઈ/બહેનોને વિનંતી છેકે આપણા ઘરે તેમજ ખેતરના છેડા પર વૃક્ષો વાવી તેમનું જતન કરવાનો સંકલ્પ કરવો જોઈએ. પ્રકૃતિની જાળવણી કરવી એ આપણા સૌની મૂળભૂત ફરજ છે. નર્મદા જિલ્લા ની તમામ ગ્રામ પંચાયતો તેમજ દરેક સરકારી કચેરીઓ દ્વારા મોટા પાયે વૃક્ષો રોપણ કરી તેમનું જતન કરવાનો સંકલ્પ લેવામાં આવે તેવી અપીલ કરી આપણે સૌને સાથે મળીને પ્રકૃતિના રક્ષણ કરવાનો સંકલ્પ કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મનસુખ વસાવા સાથેજિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે,વન સંરક્ષક ડૉ.કે. શશીકુમાર, મહારાજા રઘુવીરસિંહ ગોહિલ, મહારાણી રૂકમીણી દેવી ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati