શહેરના કલાકારોએ બનાવ્યું ” આજ રક્ષાબંધન છે આયી ” ગીત
વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરવા કલાકારો પ્રયાસ કરી રહ્યા છે
પ્રતિનિધિ
આજે રક્ષાબંધન છે ત્યારે ભાઈ અને બહેનના સુંદર સંબંધને શબ્દોના મારફતે લોકો સુધી પહોચાડવાનો પ્રયત્ન શહેરના કલાકારો દ્વારા કરવામાં આવ્યો છે.
શહેરના કલાકારોએ બનાવેલું ” આજ રક્ષાબંધન છે આયી ” ગીત વિશે માહિતી આપતા અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, કલાકારોનો ઉદ્દેશ્ય હંમેશા ભારતીય સંસ્કૃતિને જન માનસ સુધી પહોચાડવાનો છે. આવા સમયે અમે રક્ષાબંધન નિમિત્તે ઓરિજિનલ ગીત બનાવ્યું છે. જેને સ્કાયવિઝન ઓફિશ્યલ યૂ ટ્યૂબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું છે. ૧૫ થી વધુ દેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરનાર આશાબેન ઠાકોરે ગીત ગાયું છે. ઉલ્લેખનિય છે કે, કલાકારોને રોજગારી મળી રહે તે માટે ઇન્ટરનેશનલ શો પ્રમોટર અલ્પેશ પટેલ વિદેશમાં ગરવા, ડાયરા અને નાટકોનું આયોજન કરે છે.