રાજપીપળાના જાગૃત યુવાને PMO ઓફિસમાં કરેલી ફરિયાદ રંગ લાવી
રાજપીપલા વિજય ચોક પર ફરકવેલો રાષ્ટ્ર્રધ્વજ ફાટી જવાથી ઉતારી લેવાયો હતો
બે મહિના પછી નવો રાષ્ટ્રધ્વજ લગાવાયો
રાષ્ટ્રધ્વજના અપમાન કરવા બદલ રજૂઆત કરાઇ હતી.
રાજપીપલા, તા 10
રાજપીપળાના પ્રવેશ દ્વાર પાસે આવેલ વિજયચોક ખાતે ૨૫ ફૂટ ઊંચાપોલ રાષ્ટ્રધ્વજ લગાવાયો હતો.પરંતુ ચોમાસામાં વરસાદથી પલળી જવાથી અને ફાટી જવાનું કારણ બતાવીને બે મહિના પહેલા રાષ્ટ્રધ્વજને ઉતારી લેવાયો હતો. એને લાંબો સમય થઈ ગયો છતાં પણ નગરપાલિકા તંત્રએ નવો રાષ્ટ્રધ્વજ લગાડવાની તસદી લીધી નહોતી.
ત્યારે રાજપીપલાના એક પૂર્વ એનસીસી કેડેટ્સ અને જાગૃત યુવાન કુલદીપ કાછિયાએ મુખ્યમંત્રીને કાર્યાલય CMO ઓફિસમાં લેખિત ફરિયાદ કરી હતી. તેમાં જણાવ્યું હતું કે આ વિજય સર્કલ પાસેપોલ પરથી બે મહિનાથી રાષ્ટ્રધ્વજ ઉતારી લેવાયો છે જેની જાણ ફરિયાદી નાગરિકે નગરપાલિકા, કલેકટર નર્મદા નેલેખિત જાણ કરી હતી.પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર તરફથી કોઈ કાર્યવાહી ન થતાં મુખ્યમન્ત્રી અને PMO ઓફિસને આ યુવાને લેખિત ફરિયાદ કરતા તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું. અને PMO ઓફિસે જવાબ માંગતાધ્વજ ફાટી ગયો હોઈ નવો લગાડવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
રાષ્ટ્રધ્વજ દંડ ઉપર ફરકાવેલ ન હોય તો એ રાષ્ટ્રધ્વજ નું અપમાન ગણાય છે.પણ બે મહિના થવા છતાં રાષ્ટ્ર્રધ્વજ ફરકાવવામા આવેલ નહીં.
આ અંગે ચીફ ઓફિસર રાહુલ ઢોડિયાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રધ્વજ ફાટી ગયો હોઈ ઉતારી લીધો હતો. બધી નગર પાલિકા ચોમાસામાં રાષ્ટ્રધ્વજ ઉતારી લેતા હોય છે. અમે એને રીપેર કરવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તે શક્ય ન બનતા હવે નવો રાષ્ટ્રધ્વજ ખરીદવો પડશે. એ અંગે અમારી કાર્યવાહી ચાલુ છે આ સપ્તાહમાં ટૂંક સમયમાં નવો રાષ્ટ્ર્રદ્વજ ફરકાવી દેવાશે.ત્યાર બાદ બે દિવસ પહેલા નવો રાષ્ટ્રધ્વજ લગાડી દેવાયો હતો.
રાષ્ટ્રધ્વજ પોલ પર લાગી જતા
રાજપીપલાના જાગૃત યુવાનની ફરિયાદ આખરે રંગ લાવી છે એક સાચો નાગરિક સાચી ફરિયાદ કરે તો તેને ન્યાય પણ ચોક્કસ મળી શકે છે એ વાત કુલદીપ ભાઈ કાછીયા પુરવાર કરી બતાવી છે
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા