સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં સેલંબા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં સેલંબા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

આદિવાસી સમાજ વ્યસન મુક્ત બને અને સમાજના બાળકોને ઉચ્ચ અને ગુણવત્તા વાળું શિક્ષણ મળે તે જરુરી

જાતિ અંગેના ખોટા પ્રમાણપાત્રોના મુદ્દાને લઇ લડાઈ લડવા સાંસદનો અનુરોધ

રાજપીપલા, તા.10

સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં નર્મદાના સેલંબા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી
આદિવાસી સમાજ વ્યસન મુક્ત બને અને સમાજના બાળકોને ઉચ્ચ અને ગુણવત્તા વાળું શિક્ષણ મળે તે જરુરીહોવાનું જણાવી જાતિ અંગેના ખોટા પ્રમાણપાત્રોના મુદ્દાને લઇ લડાઈ લડવા સાંસદ મનસુખ વસાવાએ અનુરોધ કર્યો હતો

નર્મદા જીલ્લાના સેલંબા ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં
સાંસદ મનસુખ વસાવાએ
હાજરી આપી ભગવાન બિરસા મુંડાજીના દર્શન કરી આર્શીવાદ પ્રાપ્ત કર્યાહતા.સાથે આદિવાસી સમાજ દ્વારા યોજવામાં આવેલ જાહેર સભામાં હાજરી આપી આદિવાસી સમાજના લોકોને માર્ગદર્શિત કર્યા હતા.

આ પ્રસંગે તેમણે આદિવાસી સમાજને આગળ લાવવા માટે સાચી દિશામાં પ્રયત્નો કરવા તથા સમાજને વ્યસન મુક્ત બનાવી સમાજના બાળકોને ઉચ્ચ અને ગુણવત્તા વાળું શિક્ષણ મળી રહે તે માટે તમામ પ્રયાસો કરવા જોઈએ.એમ જણાવ્યું હતું.આદિવાસી સમાજના લોકોની સારી ખેતી અને સારા વ્યવસાયો ઉભા કરી સારી આવક પ્રાપ્ત કરે તેવા તમામ પ્રયાસો કરવા જોઈએ એમ પણ જણાવ્યું હતું.

આદિવાસી સમાજના હક અધિકારો ન છીનવાય તે માટે સમાજના દરેક આગેવાનોએ અવાજ ઉઠાવવાની જરૂર છે. આદિવાસી સમાજ માટે આવનાર દિવસોમાં પણ આવીજ રીતે એક થઇ તમામ સંગઠનો દ્વારા આદિવાસી સમાજ માટે કાર્ય કરવામાં આવે તથા નર્મદા-ભરૂચ જિલ્લાના કાર્યક્રમમાંથી બોધ લઈ ગુજરાતના તમામ આદીવાસી સંગઠનો દ્વારા જાતિ અંગેના ખોટા પ્રમાણપાત્રોના મુદ્દાને લઇ લડાઈ લડવી જોઈએ તેવી અપીલ કરી માં દેવમોગરાને પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ ઉપરાંત આસામના સંસદ સભ્યશ નાકાહારાજી, નાંદોદ ના ધારાસભ્ય પી.ડી. વસાવા, માજી ધારાસભ્ય મોતીભાઈ વસાવા, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ મનજીભાઈ વસાવા, ફૂલસિંગભાઇ વસાવા, ચંદ્રકાંભાઇ લુહાર, સેલબા ગ્રામ પંચાયતના સરપંચ સોનલબેન આકાશભાઈ તડવી જી અમિતભાઈ સૂર્યવંશી, ડૉ. દયારામ વસાવા, ડૉ. શાંતિકરભાઇ વસાવા તેમજ ખુબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

તસવીર :દીપક જગતાપ,રાજપીપલા

TejGujarati