“વી-વિમેન એમ્પાવરમેન્ટ કમિટી ઓફ કર્ણાવતી ક્લબ” દ્વારા ફ્રેન્ડશીપ ડેનું થયું સેલિબ્રેશન.

ભારત

“વી-વિમેન કર્ણાવતી ક્લબ” દ્વારા અવાર નવાર દરેક પ્રકારની ઈવેન્ટનું આયોજન ઉત્સાહભેર કરવામાં આવતું હોય છે ત્યારે ફ્રેન્ડશિપ ડેનું પણ ઉત્તમ આયોજન કરાયું હતું. મેસ્કોરેડ થીમ પર ગોલ્ડન ગ્લોરી હોલ “કર્ણાવતી ક્લબ”, એસ.જી. હાઈવે, અમદાવાદ ખાતે ડાન્સ પાર્ટી યોજાઈ હતી. આ અદભૂત આયોજનને “રેડીયો સિટી 91.1 એફએફ” તથા “વાડીલાલ”એ સપોર્ટ કર્યો હતો. આ “ફ્રેન્ડશિપ ડે” સેલિબ્રેશનમાં “કર્ણાવતી ક્લબ”ના મેમ્બર્સ અને ગેસ્ટ હાજર રહ્યા હતા.

અમદાવાદના જાણીતા અને ફેમસ ટોપ ડી.જે. વિશાલ જેમને ડી.જે. વગાડી સૌ કોઈને ડીસ્કોના તાલે થીરકવા પર મજબૂર કરી દીધા હતા. આ ઈવેન્ટને અમિષા ગાંઘી અને રીધમ પટેલ દ્વારા મોડરેટ કરાઈ હતી.
વધુમાં આ ફ્રેન્ડશિપ ડી.જે. ડાન્સ પાર્ટી વિશે જણાવતા હિતા એન.જી. પટેલ, ચેર પર્સન કર્ણાવતી વી-કમિટી કે જેમને કહ્યું હતું કે, “અવાર નવાર આ પ્રકારનું વિશેષ આયોજન અમે મેમ્બર્સને ધ્યાનમાં રાખીને કરતા હોઇએ છે. દરેક તહેવાર અને ઉત્સવને મનાવવા માટે હંમેશા ગુજરાતીઓ તત્પર રહે છે. મિત્રતાનું અનોખું મહત્વ રહેલું છે. મિત્રો હંમેશા એક બીજાના ઢાલ બનીને રહેવા જોઈએ. ફ્રેન્ડશિપના આ બોન્ડિંગને સારી રીતે સમજી શકાય તે માટે આ પ્રોગ્રામ આયોજિત કરવાનું વિચાર્યું હતું. આ પ્રસંગે મન મૂકીને મેમ્બર્સે ડાન્સ પાર્ટીમાં ડાન્સ કર્યો હતો. આ ઈવેન્ટને સફળ બનવા માટે તમામ મેમ્બર્સનો ખૂબ સારો સપોર્ટ મળ્યો છે જેથી હું સૌ કોઈનો આભાર માનું છુું. આ રીતે જ “વી-વિમેન એમ્પાવર કમિટી” દર વખતે વિવિધ આયોજનો કરતી રહેશે.

TejGujarati