વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

રાજપીપલા, ડેડીયાપાડા, તિલકવાડામાં આદિવાસીઓની રેલી નીકળી

ઢોલ, નગારા, ત્રાસાવાજીંત્રો સાથે પરંપરગત આદિવાસી નૃત્યની રમઝટ

રાજપીપલા, તા 9

નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે.અને નર્મદા જિલ્લામાં આદિવાસીઓની મોટી વસ્તી છે.ત્યારે આજે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ હોઈ આજે નર્મદાના પાંચેય તાલુકામાં આદિવાસી દિવસની વિવિધ રીતે ઉજવણી કરવામાંઆવી હતી.રાજપીપળામાં ભીલ રાજાના પ્રતિમાથી આદિવાસીઓને રેલી નીકળી હતી.રાજપીપલા ઉપરાંત ડેડીયાપાડા, તિલકવાડામાં પણ આદિવાસીઓની રેલી નીકળીહતીઢોલ, નગારા, ત્રાસાવાજીંત્રો સાથે પરંપરગત આદિવાસી નૃત્યની રમઝટબોલાવી હતી.

રાજપીપળા રેલીમાં લોકસભા નાં સાંસદ નાબા કુમાર સરનીયા ખાસ ઉપસ્થિત રહ્યાહતા . તેમની સાથે આદિવાસી આગેવાનો ડો પ્રફુલ વસાવા, ભરતભાઈ વસાવા, રાજ વસાવા, મહેશભાઈ વસાવા રેલી માં જોડાયાહતા
૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી સાગબારાના સેલંબા માં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નું આયોજન કરેલ હતો જેમાં બિરસા મુંડા નાં પૌત્ર અને પ્રપૌત્ર ખાસ ઉપસ્થિત રહ્યા હતા રેલી એકલવ્ય ચોક થી આંબેડકર ચોક- સફેદ ટાવર થી નંદરાજા ની પ્રતિમા સુધી નીકળી હતી.
જયારે સેલંબા માં બિરસા મુંડા ની વિશાળ કાંસ્ય પ્રતિમાંને આદિવાસી સમાજનાં સહકાર થી મુકવામાં આવી હતી
તિલકવાડા, ગરુડેશ્વર ડેડીયાપાડા ખાતે પણ આદિવાસીઓના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં આદિવાસીઓનું પરંપરાગત આદિવાસી આદિવાસીઓના પોશાક સાથે સજ્જ થઈને ઢોલ નગારા સાથે આદિવાસીઓએ ખબે ખભા મિલાવીને નૃત્ય કર્યું હતું.
ડેડીયાપાડા ખાતે આદિવાસી નેતા પૂર્વ વન મંત્રી અને પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ આદિવાસી નૃત્યમાં જોડાયા હતા.
રાજપીપળા ખાતે આદિવાસી દિવસની ઉજવણીમાં વિવિધ ક્ષેત્રમાં સારી કામગીરી કરનાર આદિવાસીઓનું સન્માન પણ કરવામાં આવ્યુ હતું.

તો નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને આદિવાસી ગ્રામજનોએ ભેગા મળીને આદિવાસી દિવસની ઉજવણી કરી હતી જેમાં શાળાના આચાર્ય અનિલ મકવાણાએ આદિવાસીઓના ગીતો ગવડાવ્યા હતા.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati