સમગ્ર આદિવાસી સમાજ માટે ગૌરવ સમાન નર્મદા જિલ્લાના વડા મથકે નિર્માણ પામી રહેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના લોગોનું મુખ્યમંત્રીના હસ્તે કરાયું વર્ચ્યુઅલ અનાવરણ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

DEEPAK JAGTAP (RAJPIPLA )
NARMADA
………………………………..

નાંદોદ અને દેડિયાપાડા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં અંદાજે કુલ રૂા. ૧૩૮૩.૨૯ લાખના ખર્ચે ૭૮,૫૦૦ જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાકીય સહાયના લાભોનું કરાયું

સમગ્ર આદિવાસી સમાજ માટે ગૌરવ સમાન નર્મદા જિલ્લાના વડા મથકે નિર્માણ પામી રહેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના લોગોનું મુખ્યમંત્રીના હસ્તે કરાયું વર્ચ્યુઅલ અનાવરણ

રાજપીપલા,તા 9

વિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીના ભાગરૂપે આજે રાજપીપલાના આંગણે યોજાયેલો જિલ્લાકક્ષાનો વિશેષ કાર્યક્રમ ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજયકક્ષાના મંત્રી મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના કેમ્પસમાં યોજાયો હતો. જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મમતાબેન તડવી, નર્મદા સુગર ફેકટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, FCIના સભ્ય અને પૂર્વ મંત્રી શબ્દશરણભાઇ તડવી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જિલ્લા પ્રાયોજના વહીવટદારબી.કે. પટેલ તેમજ મોટી સંખ્યામાં આદિવાસી ભાઇ-બહેનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમને દીપ પ્રાગટ્ય થકી ખુલ્લો મૂકાયો હતો.

આ પ્રસંગે ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજયકક્ષાના મંત્રી મનીષાબેન વકીલે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત અનેકવિધ યોજનાઓના સઘન અમલીકરણ થકી આદિવાસી સમાજ પણ અન્ય વિકસિત સમાજની હરોળમાં આવે તે દિશામાં નકકર પગલાં લીધાં છે ત્યારે આજે વિશ્વ આદિવાસી દિવસે મને કહેતા આનંદ થાય છે કે, આખા વિશ્વમાં આજે આ દિવસની ઉજવણી થઈ રહી છે. આ ધરતીના જે મૂળ નિવાસી છે જેઓ ધરતીની, પ્રકૃતિની, પશુઓ, પક્ષીઓની પૂજા કરી તેમાં પણ ભગવાનને જૂએ છે તેવા મારા આદિવાસી ભાઈઓ-બહેનોના સર્વાંગી વિકાસ માટે તત્કાલિન મુખ્ય મંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નકેન્દ્રભાઈ મોદીએ “વનબંધુ કલ્યાણ યોજના” વર્ષ ૨૦૦૭ થી શરૂ કરી હતી. જે વર્ષ ૨૦૨૧ સુધી તેના પ્રથમ તબક્કામાં ચાલી હતી. આ યોજનાનો બીજો તબક્કો શરૂ થયો છે. જેના ભાગરૂપે આજે અલગ અલગ યોજનાઓ થકી લાભાર્થીઓને લાભ પણ આપવામાં આવનાર છે.

નર્મદા જિલ્લામાં આજે થયેલી વિશ્વ આદિવાસી ઉજવણીમાં નાંદોદ વિસ્તારના ૩૫૭૪૦ જેટલા લાભાર્થીઓને ૫૧૦.૭૦ લાખના લાભોનું વિતરણ કરાયું હતું જ્ચારે દેડીયાપાડા વિસ્તાર માટે યોજાયેલા કાર્યક્રમમાં ૪૩૦૩૦ જેટલા લાભાર્થીઓને રૂપિયા ૮૭૨.૫૯ લાખ જેટલી માતબર રકમના વિવિધ લાભો મળી જિલ્લામાં અંદાજે કુલ રૂા. ૧૩૮૩.૨૯ લાખના ખર્ચે ૭૮,૫૦૦ જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાકીય સહાયના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેની સાથોસાથ રાજયકક્ષાના ઝાલોદ ખાતે યોજાયેલા કાર્યક્રમના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે અંદાજે રૂા. ૧૩૮૩૩.૫૯ લાખના ખર્ચની જિલ્લાની અગર અને ઝરવાણી જૂથ પાણી પુરવઠા અને રૂા. ૨૮૫૫.૮૭ લાખના ખર્ચે સાગબારાની એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલનું ઓનલાઇન વર્ચ્યુઅલી ખાતમુહુર્ત તથા રૂા. ૨૩૦૩.૭૯ લાખના ખર્ચે કરજણ ડાબા કાંઠા ભાગ-૨ જુથ પાણી પુરવઠા યોજનાનું ઓન લાઇન વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માત્ર એટલું જ નહીં પણ સમગ્ર આદિવાસી સમાજ માટે ગૌરવ સમાન નર્મદા જિલ્લાના વડા મથકે નિર્માણ પામી રહેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના લોગોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં ઉપસ્થિત મુખ્યમહેમાન અને ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી મનીષાબેન વકીલ સહિત અન્ય મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો, હક્કપત્રકો અને મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સાથોસાથ વિવિધ આદિવાસી કલાવૃંદ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

બાઈટ :મનીષાબેન વકીલ,
ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજયકક્ષાના મંત્રી

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati