તાજીયાના જલુસમાં કરંટ લાગતા 2 ના મૌત. 15 ઘાયલ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

જામનગર
સંજીવ રાજપૂત

તાજીયાના જલુસમાં કરંટ લાગતા 2 ના મૌત. 15 ઘાયલ.

જામનગર શહેરમાં મોડી રાત્રે ગોઝારી ઘટના બનવા પામી છે જેમાં મોહરમના જલુસમાં તાજીયો જીવતા વાયરને અડી જતા 2 લોકોના મૌત અને 10થી વધુ ઘાયલ થયા છે.

જામનગરના ઘરાનગર વિસ્તારમાં તાજીયાના જલુસ દરમ્યાન ચોંકાવનારી ઘટના ઘટી છે. જંમનાગરના ધરાનગર વિસ્તારમાં તાજીયા દરમ્યાન તાજીયો જીવતા વાયરને સ્પર્શ કરતા 10 લોકોને વીજ કરંટ લાગ્યો હતો જેમાં 2ના મૃત્યુ નિપજ્યા છે અને આશરે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. એકાએક મોડી રાત્રે આ ઘટના સર્જાતા દોડાદોડીનો માહોલ સર્જાયો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જી જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

મુસ્લિમ બિરાદરોનો મહોરમનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે જામનગરના ઘરારનગર વિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં જુલૂસમાં લોકો જોડાયા હતા. આ વિસ્તારના જાહેર ચોકની અંદર જે જુલૂસ નીકળતું હોય છે તે દરમ્યાન અચાનક જ તાજીયો જીવતા વાયરને સ્પર્શ કરતા કરંટ લાગ્યો હતો અને લગભગ 10 થી વધુ લોકોને વીજકરંટ લાગ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જામનગર એસપી પ્રેમસુખ ડેલું તાત્કાલિક સ્ટાફ સાથે જી જી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલોની ખબર મેળવી હતી.

TejGujarati