ચાર ઈસમોએ રૂ.૫૦૦૦૦/- ની કુલ્લે-૪ (ચાર) એફ.ડી.મળી કૂલ રૂ.૨૦૦૦૦૦/-ભર્યા પછી મોકાણ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

૬ (છ) વર્ષે ડબલ તથા ૯ (નવ) વર્ષે ત્રણ ગણા આપવાની લોભામણી જાહેરાતોમાં નર્મદાના ચાર ઈસમો છેતરાયા

ચાર ઈસમોએ રૂ.૫૦૦૦૦/- ની કુલ્લે-૪ (ચાર) એફ.ડી.મળી કૂલ રૂ.૨૦૦૦૦૦/-ભર્યા પછી મોકાણ

વચ્ચમાં ઉપાડવાની રકમ વ્યાજ સાથે પરત ના આપતાં છેતરપિંડી કરતા ફરિયાદ

વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ

રાજપીપલા,તા.8

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ કહેવત નર્મદા જિલ્લામાં સાર્થક થઈ છે.૬ (છ) વર્ષે ડબલ તથા ૯ (નવ) વર્ષે ત્રણ ગણા આપવાની લોભામણી જાહેરાતો માં ચાર ઈસમો છેતરાતા રાજપીપલા પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે

જેમાં ફરિયાદી મનોજકુમાર પ્રતાપસિંહ વસાવા ( રહે.નાના વિરપોર તા.નાદોદે ) 4
આરોપીઓ (૧) વેગેન્દ્રભાઈ ચૈતરભાઈ વસાવા રહે.ઢોલાર તા.નાદોદ જી.નર્મદા
(૨) પ્રવિણભાઈ ઉક્કડભાઇ તડવી રહે.સાંઢીયા તા.ગરૂડેશ્વર (૩)પંકજસિંહ ભારતસિંહ ટગરીયા રહે.નયાગાવ જાગીર તા.મેઘનગર ઝોબુઆ (૪)રાયચંન્દ્ર ડાવર
રહે.ઝોઝીટીયા (રાજોદ) તા.બદનાવર સામે ફરિયાદ નોંઘી છે

ફરિયાદની વિગત અનુસાર
આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં
પોતાના આર્થિક લાભ સારૂ SHIVAY એગ્રો શિવાય એગ્રો પ્રોડયુસર કંપની લિમિટેડ કંપની જે મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈનમાં આવેલ છે. અને કંપની એક્ટની કલમ-૨૦૧૩ પ્રમાણે રજીસ્ટ્રેશન વાળી અને કંપનીએગ્રીકલ્ચર અને ડેરીમાં રોકાણ કરી તેમાંથી પ્રોફિટ મેળવતી હોવાનુંજણાવેલ.અને કંપની રીકરીંગ તેમજ ફિક્સડીપોઝીટ સામે ખુબ સારી બચત યોજનાઓ લઇ આવેલ છે. જેમાં ફિક્સ ડીપોઝીટ ઉપર ૬ (છ) વર્ષે ડબલ તથા ૯ (નવ) વર્ષે ત્રણ ગણા આપશું એવી ખાત્રી આપેલ. અને રૂપિયા ન જોઈ તા હોય તો કંપની રૂપિયાની જગ્યાએ જમીન આપશે. અને રોકેલા રૂપિયા કંપનીમાંથી ઉપાડો ત્યારે તેના અમુક ટકા ચાર્જ કપાઇને વ્યાજ સહીત
તમારા રૂપિયા પરત આપતી હોવાની આકર્ષક અને લોભામણી વાતો કરી ફરીયાદીને વિશ્વાસમાં લઇ
ફરીયાદીએ આરોપીઓ ઉપર વિશ્વાસ અને ભરોસો આપતા રૂ.૫૦૦૦૦/- ની કુલ્લે-૪ (ચાર) એફ.ડી. જેમાં
કુલ્લે રૂ.૨૦૦૦૦૦/- ભર્યા હતા.આરોપીઓએ જણાવેલકે પાકતી મુદતે ૯ (નવ) વર્ષે રૂ.૬,૦૦૦૦૦/- (અંકે રૂપિયા
છ લાખ પુરા) મળતા હોય ફરીયાદીએ આરોપી વેગેન્દ્રભાઈને રોકડ રકમ આપતા અને આરોપીઓના કહ્યા મુજબ વચ્ચમાં રકમ ઉપાડવી હોય તો અમુક ચાર્જ કપાઇ વ્યાજ સહીત રૂપિયા પરત આપતી હોવાની
વાત ફરીયાદી સાથે થયેલ. જયારે એક ફરીયાદીને વચ્ચમાં નાણાની જરૂરીયાત ઉભી થતા એફ.ડી.નાનાણા પરત આપવા માટે આરોપી વેગેન્દ્રભાઈ અવાર નવાર વાત કરતા કંપનીના સાહેબ સાથે વાત થયેલછે. મળી જશે તેવા દિલાશા આપી આજદીન સુધી ફરીયાદીને રોકેલ નાણા કે કંપનીના પ્લાન મુજબ
વ્યાજની રકમ નહી આપી ફરીયાદી સાથે ચારેય આરોપીઓએ વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી ગુન્હો આચરતા
વિશ્વાસઘાત અને છેતરપીંડીની પોલીસ ફરિયાદ રાજપીપલા પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati