આકાશ બાયજૂસની જલધિ જોશીએ જેઇઇ મેઇન્સ 2022ના બીજા સેશનમાં 99.99 પર્સન્ટાઇલ સાથે એઆઇઆર 61 મેળવ્યો, ગુજરાતમાં ફિમેલ કેટેગરીમાં ટોપર

સમાચાર

 

 

 જલધિએ ફિઝિક્સ અને મેથેમેટિક્સમાં 100 પર્સન્ટાઇલ મેળવ્યાં

અમદાવાદ, 08 ઓગસ્ટ, 2022: આકાશ બાયજૂસની વિદ્યાર્થીની જલધિ જોશીએ જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (જેઇઇ) મેઇન 2022ના બીજા સેશનમાં 99.99 પર્સન્ટાઇલ પ્રાપ્ત કરતાં એઆઇઆર 61 હાંસલ કરીને તેના માતા-પિતા અને ઇન્સ્ટિટ્યૂટના તમામ કર્મચારીઓને ગૌરવ અપાવ્યું છે. તેમણે ફીમેલ કેટેગરીમાં રાજ્યમાં ટોપ કર્યું છે.

જલધિએ ફિઝિક્સ અને મેથેમેટિક્સમાં 100 પર્સન્ટાઇલ મેળવ્યાં છે. તેના પરિણામો આજે નેશનલ ટેસ્ટિંગ દ્વારા જાહેર કરાયા હતાં. આ એન્જિનિયરીંગ માટે યોજાનારી બે જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામની આખરી હતી.

વિશ્વની સૌથી અધરી એન્ટ્રન્સ એક્ઝામ તરીકે ઓળખાતી આઇઆઇટી જેઇઇ ક્રેક કરવા માટે જલધિ જોશી વર્ષ 2020માં આકાશ બાયજૂસના બે-વર્ષીય ક્લાસરૂમ પ્રોગ્રામ સાથે જોડાયા હતાં. જેઇઇમાં ટોપ પર્સન્ટાઇલ્સની યાદીમાં પોતાના પ્રવેશનો શ્રેય તેમણે કોન્સેપ્ટ્સને સમજવાના તેમના પ્રયાસો તથા અભ્યાસના સમયપત્રકને સખ્તાઇથી અનુસરવાને આપ્યું હતું. મને ખુશી છે કે આકાશ બાયજૂસે મને બંન્નેમાં મદદ કરી છે. ઇન્સ્ટિટ્યૂટમાં કન્ટેન્ટ અને કોચિંગ વગર હું ટૂંકા સમયમાં વિવિધ વિષયોના સંખ્યાબંધ કોન્સેપ્ટને સમજી શકી ન હોત.

જલધિને અભિનંદન પાઠવતાં આકાશ બાયજૂસના મેનેજિંગ ડાયરેક્ટર આકાશ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે જબરદસ્ત સફળતા બદલ જલધિને અભિનંદન પાઠવીએ છીએ. જેઇઇ મેઇન 2022ની બીજા સેશન માટે દેશભરમાંથી આશરે 7 લાખ વિદ્યાર્થીઓ પરિક્ષા આપી હતી. ટોપ પર્સન્ટાઇલ સ્કોરર તરીતે તેમની સિદ્ધિ સખત મહેનત અને સમર્પણ પ્રદર્શિત કરે છે. તેમના ભાવિ પ્રયાસો માટે મારી શુભેચ્છા.

તેમણે ઉમેર્યું હતું કે, મહામારીથી અસરગ્રસ્ત શૈક્ષણિક વર્ષમાં આકાશ બાયજૂસે વિદ્યાર્થીઓને જેઇઇમાં વિદ્યાર્થીઓને ટોપ પર્સન્ટાઇલ સ્કોરર બનાવવા વધુ પ્રયાસો કર્યાં હતાં. અમે અમારા વિદ્યાર્થીઓ માટે હંમેશા ઉપલબ્ધ રહેવા અમારી ડિજિટલ ઉપસ્થિતિને વધારી હતી. અમે અભ્યાસ સામગ્રી અને પ્રશ્નોની બેંકને ઓનલાઇન ઉપલબ્ધ કરાવી હતી. અમે ઘણાં વર્ચ્યુઅલ મોટિવેશનલ સત્રો તથા પરિક્ષાની તૈયારી અને ટાઇમ મેનેજમેન્ટ કૌશલ્યો માટે સેમિનાર્સ યોજ્યાં હતાં. તેના સારા પરિણામો પ્રાપ્ત થવાથી ખુશી થાય છે અને તે અમારા વિદ્યાર્થીઓની સ્કોર શીટથી સાબિત થાય છે. તેમાંથી ઘણાં વિદ્યાર્થીઓ તેમની પસંદગીના ઉચ્ચ અભ્યાસ માટે ટોચની આઇઆઇટી અથવા એનઆઇટી અથવા કેનદ્ર સરકારની એન્જિનિયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવશે.

વિદ્યાર્થીઓને તેમના સ્કોરમાં સુધારો કરવાની બહુવિધ તકો આપવા માટે જેઇઇ (મેઇન) બે સેશનમાં યોજાય છએ. જેઇઇ એડવાન્સ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી)માં પ્રવેશ માટે યોજાય છે ત્યારે જેઇઇ મેઇન વિવિધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીસ (એનઆઇટી) અને ભારતમાં બીજી કેન્દ્રની સહાયતા પ્રાપ્ત એન્જિનિયરીંગ કોલેજમાં પ્રવેશ માટે યોજાય છે.

આકાશ બાયજૂસ હાઇસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વિવિધ કોર્સ ફોર્મેટમાં આઇઆઇટી-જેઇઇ કોચિંગ ઓફર કરે છે. તાજેતરમાં આકાશે કમ્પ્યુટર આધારિત ટ્રેનિંગ વિકસાવવા ઉપર તેનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેના આઇટ્યુટર રેકોર્ડેડ વિડિયો લેક્ચર્સ પ્રદાન રરે છે. મોક ટેસ્ટ વાસ્તવિક પરિક્ષાની સ્થિતિનું અનુકરણ કરે છે, જેનાથી વિદ્યાર્થીઓ પરિક્ષા માટે જરૂરી પરિચિતતા અને આત્મવિશ્વાસ પ્રાપ્ત કરે છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

TejGujarati