કોઠીગામ પાસે આવેલ યુનિટી હોલી ડે રીસોર્ટમાં ચોરી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કોઠીગામ પાસે આવેલ યુનિટી હોલી ડે રીસોર્ટમાં ચોરી

3કેમેરો, બે લેન્સ, બે બેટરી,ચાર્જર, ત્રણ મેમરી કાર્ડ
2 મોબાઈલ ફોનતથા રોકડ રકમ સહીત કુલ કિ.રૂ.૨,૩૦,૦૦૦/-ની ચોરીની ફરિયાદ

રાજપીપલા, તા.6

કોઠીગામ પાસે આવેલ યુનિટી હોલી ડે રીસોર્ટમાં ચોરીની ફરિયાદ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં
3 કેમેરો, બે લેન્સ, બે બેટરી,ચાર્જર, ત્રણ મેમરી કાર્ડ
2 મોબાઈલ ફોનતથા રોકડ રકમ સહીત કુલ કિ.રૂ.૨,૩૦,૦૦૦/-ની ચોરીની ફરિયાદ નોંધાઈ છે.

જેમાં ફરિયાદી જુજારસિંહ જાનસિંહ રાજપુત રહે.ખબદાલા તા.ગડરારોડ જી.બાડમેર (રાજસ્થાન)
હાલ રહે.કોઠી યુનિટી હોલી ડે રીસોર્ટ,તા.તિલકવાડાની ફરિયાદની વિગત અનુસાર
ફરીયાદીના યુનિટી હોલી ડે રીસોર્ટમા કોઈ ચોર ઈસમ અંદર પ્રવેશ કરી લાલારામ ચૌધરીનો વિવો કંપનીનો મોબાઈલ ફોન કિ.રૂ.૫,૦૦૦/- તથા જયરથસિંહ નાથુસિંહ રાઠોડની પાકીટ માથી રોકડા રૂ.૫,૦૦૦/-તથા હિરેનભાઈ
ગોરધનભાઈ લાઠીયાનો સોની કંપનીનો કેમેરો તથા બે લેન્સ તથા બે બેટરી તથા એક ચાર્જરતથા ત્રણ મેમરી કાર્ડ મળી બેગ સહીત અંદાજે કિ.રૂ.૧,૫૦,૦૦૦/-તથા માધવસિંહ બળવંતસિંહ
સોઢાનો એક કેનોન કંપનીનો કેમેરો કાળા કલરની બેગ સહીત કિ.રૂ.૩૦,૦૦૦/- તથા
કમલસિંહ જેઠમાલસિંહ રાજપુતનો આઈફોન મોડેલ નંબર ૧૨કિ.રૂ.૪૦,૦૦૦/-મળી કુલકિ.રૂ.૨,૩૦,૦૦૦/-ની ચોરી કરી ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati