પતિ પત્ની વચ્ચે સામાન્ય ઝગડામાં પતિને લાગી આવતા પતિએ ઝેર પીને આત્મહત્યા કરી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ગરૂડેશ્વર ગામે પતિ પત્ની વચ્ચે સામાન્ય ઝગડામાં પતિને લાગી આવતા પતિએ ઝેર પીને આત્મહત્યા કરી

રાજપીપલા, તા 7

ગરૂડેશ્વર ગામે પતિ પત્ની વચ્ચે સામાન્ય ઝગડામાં પતિને લાગી આવતા પતિએ ઝેર પીને આત્મહત્યા કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી
CRPC કલમ-૧૭૪ મુજબ કાયદેસરની કાર્યવાહી ગરૂડેશ્વર પોલીસે કરી છે.

આ અંગે ફરિયાદી અમિતાબેન ભુરસીંગ કસનભાઇ રાણા (હાલ રહે-ગરૂડેશ્વર જોય સોસાયટી સામે કોયારી ફળીયા
ગણપતભાઇ લક્ષ્મણભાઇ તડવીના ઘરની બાજુમાં મુળ રહે- જામદા તા-મેઘનગર જી-ઝાબુઆ
(મધ્યપ્રદેસ)ની ફરિયાદની વિગત અનુસાર મરનાર ભુરસીંગ કસનભાઇ
રાણા તથા તેની પત્ની અમિતાબેન સાથે તેમની દિકરી નામે દિવ્યા ઘરની બહાર જવા માટેરડતી હોય જેથી મરનાર ભુરસીંગભાઇ તેમની દિકરી દિવ્યાને ગુસ્સો કરતા હોય જેથી મરનારની પત્ની અમિતાબેને જણાવેલ કે, છોકરીને કેમ લડો છે. તેમ કહેતા બંને પતિ પત્ની વચ્ચે
સામાન્ય બોલા ચાલી થતા. મરનાર ભુરસીંગ કસનભાઇ રાણા (ઉ.વ.૨૬ )ને મનમાં લાગીઆવતા પોતાની જાતેજ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા તેમનું મોત નીપજ્યું હતું.

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati