હર ઘર તિરંગા અભિયાનમાં ભારે ઉત્સાહ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદામાં હર ઘર તિરંગા અભિયાનમાં ભારે ઉત્સાહ

નવાગામ પ્રાથમિક શાળા તથા
ગિરિવર ઉત્તર બુનિયાદી વિદ્યાલય માલસામોટ, બોરિદ્રા શાળાદ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉત્સાહપૂર્વક કરાયેલી ઉજવણી

રાજપીપલા,તા6

દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશ “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી કરી રહ્યો છે. જેને અનુલક્ષીને મહિલા-બાળકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, યુવાનો, વડિલો, સામાજિક, સ્વૈચ્છિક સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓ, સરકારી કચેરીઓ સહિત સમાજ, રાજ્ય-રાષ્ટ્રના તમામ વર્ગના લોકો ઉત્સાહભેર જનભાગીદારીથી ‘હર ઘર તિરંગા’ અભિયાન સાથે જોડાઈ રહ્યાં છે.ત્યારે નર્મદા જિલ્લામાં પણ દેશની આન-બાન-શાન એવા રાષ્ટ્રધ્વજને ફરકાવીને વિશ્વને ફરી એક વાર દેશની એકતાથી પરિચિત કરાવવા ગૌરવભેર ઉજવણીઓ શરૂ થઈ ચૂકી છે.
નર્મદા જિલ્લામાંભારે ઉત્સાહ દેખાયો છે નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં “હર ઘર તિરંગા” અભિયાનનેનવાગામ પ્રાથમિક શાળામાં રેલી ઉપરાંત શ્રી ગિરિવર ઉત્તર બુનિયાદી વિદ્યાલય, માલસામોટ ખાતે દેશભક્તિ ગીત, ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા તેમજ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓએ “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” ના નારા સાથે શાળાના પટાંગણને દેશભક્તિના માહોલમાં ફેરવી દીધું હતું. “હર ઘર તિરંગા” અભિયાનનો હેતુ દરેક ભારતીય વીર શહીદોના બલિદાનો તેમજ મહામાનવો-મહાપુરુષોના સંઘર્ષો બાદ મળેલી આઝાદી અને રાષ્ટ્રધ્વજ માટે ગર્વની લાગણી અનુભવે તેનો છે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને દેશને આઝાદી કેવી રીતે મળી, રાષ્ટ્રધ્વજનું મહત્વ શું છે અને શા માટે આ અભિયાન સાથે દરેક દેશવાસીઓએ જોડાવું જોઈએ તે અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજ પુરી પાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, “હર ઘર તિરંગા” અભિયાન સમગ્ર દેશમાં તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી ચાલનારુ છે. જે અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશવાસીઓને “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે દરેક હાંકલ કરી છે અને દરેક ઘર, દુકાન, શેરી, જાહેર સ્થળો સહિત વિવિધ જગ્યાએ દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદીની ખુશીને શાનથી માણી અને માન-સન્માન સાથે રાષ્ટ્રધ્વજને લહેરાવવા અપીલ કરી છે. જેના ઉપલક્ષમાં શાળામાં વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી

બોડીદ્રા ગામમાં પ્રાથમિક શાળાના આચાર્યો અને વિદ્યાર્થીઓ દ્વારા 75 જ્યોત ચલાવી ભારતમાતાની વંદના તિરંગા યાત્રા કડી ગામમાં દેશભક્તિનું વાતાવરણ ઊભું કર્યું છે બોરીયા પ્રાથમિક શાળાના મુખ્ય અનિલ મકવાણાની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં તિરંગોલઈને વંદે માતરમ અને ભારત માતા કી જાય ના નારા સાથે ગામમાં દેશભક્તિના સૂત્રોચારો સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી 75 જેટલા દીવા ફેક્ટરી ભારત માતાની આરતી પણ ઉતારવામાં આવી હતી. અને
ભારતમાતા વંદન દિવસ ની ઉજવણી કરવામાં આવીહતી

તસવીર :દીપક જગતાપ,રાજપીપલા

TejGujarati