જામનગરમાં સીએમ સમયે જ આત્મવિલોપનનો પ્રયાસ નાકામ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

જામનગર
સંજીવ રાજપૂત

જામનગરમાં સીએમ સમયે જ આત્મવિલોપનનો પ્રયાસ નાકામ

આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જામનગરના પ્રવાસે આવ્યા હતા જ્યાં તેમણે ગૌશાળાની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આ બેઠક ચાલી જ રહી હતી તે સમય દરમ્યાન જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિત કાર્યકર કલેક્ટર કચેરી પહોંચ્યાં હતા જ્યાં દિગુભા દ્વારા પોતાના પર કેરોસીન રેડી આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત પોલીસ અધિકારીઓ તેમજ કર્મીઓએ તાત્કાલિક દોડી જઇ તેમને પકડી આ પ્રયાસને નાકામ બનાવ્યો હતો. ઘટનાની જાણ થતાં એસપી પ્રેમસુખ ડેલું અને નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓ જગ્યાએ તાત્કાલિક પહોંચી ગયા હતા અને દિગુભા જાડેજાને જીપમાં બેસાડી લઈ જવાયા હતા અને અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

TejGujarati