ડમી દર્દી ના હાથ ઉપર માત્ર દેખાવ પૂરતી પટ્ટી મારી હાથ મા બોટલ ચડાવવા માટે ની વેઈન હોવાનું તરકટ કેમ રચાયું?

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

શિફ્ટ કરાયેલ રાજપીપલાની નવી સિવિલ હોસ્પિટલમાં ડમી દર્દી પ્રકરણનો વિવાદ શું છે?

26 જેટલી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓને ડમી દર્દી બનાવી કેમ સુવડાવી દેવાઈ!

ડમી દર્દી ના હાથ ઉપર માત્ર દેખાવ પૂરતી પટ્ટી મારી હાથ મા બોટલ ચડાવવા માટે ની વેઈન હોવાનું તરકટ કેમ રચાયું?

ડમી દર્દીઓનાં હાથમાં લગાવેલી વેઇનફ્લોમાં પટ્ટી કઢાવીને જોતા અંદર સિરિંજ ન હતી !

રાજપીપલા, તા 5

રાજપીપળા જૂની સિવિલ હોસ્પિટલ વર્ષોથી સ્ટાફ સુવિધાના અભાવથી પીડાય છે. પૂરતી સુવિધા ના અભાવે અનેક દર્દીઓને રીફર કરીદેવાની દેવાતા રસ્તામાં મોતને ભેટવાના અનેક બનાવો બન્યા પછી સુવિધા અને જગ્યાના જગ્યાના અભાવે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં હાલ જ્યાં આયુર્વેદ હોસ્પિટલ ચાલે છે ત્યાં શિફ્ટ કરવામાં આવી છે.ત્યારે આ નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ ગ્રાસે જ મક્ષીકા જેવો ઘાટ ઘડાયો છે.

આ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા બતાવવા માટે ડમી દર્દીઓને સુવડાવી દેવાની ઘટના સામે આવી છે.આ ડમી દર્દીઓ બીજા કોઈ નહીં પણ નર્સિંગ હોમની વિદ્યાર્થીઓને સુવડાવીને ડમી દર્દીબનાવતા સમગ્ર ગુજરાતમાં આ ડમી દર્દી પ્રકરણે ભારે ચર્ચા જગાવી છે
આ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે મોટી સંખ્યામાં આવે છે અને દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. એવું બતાવવા ડમી દર્દીઓનું નાટક ભજવાયું હતું..

તારીખ 1 અને 2 ઓગસ્ટના રોજ નર્સિંગ હોમની વિદ્યાર્થીઓને નામનો કેસ બનાવી તેમને ડમી દર્દી તરીકે બોટલ ચઢાવવા માટે હાથ પર વેઇન દ્વારા બોટલ ચઢાવવા માટેખાલી ખાલી પટ્ટીઓ ચોંટાડી તેમના નામનો કેસ બનાવી કેસ ઉપર ટ્રીટમેન્ટ પણ બતાવવાની નકલી દર્દીઓનું પ્રકરણ બહાર આવ્યું હતું.
જેનાથી સમગ્ર આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું હતું.

સમગ્ર ઘટનાનીની વિગત જોતા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલી 103 વર્ષ જૂની જનરલ સિવિલ હોસ્પિટલને સ્થળાંતર કરીને વડીયા પેલેસ ખાતે આવેલ આયુર્વેદિક કોલેજના નવા બિલ્ડિંગમાં લઈ જવામાં આવીહતી.
આ જનરલ હોસ્પિટલ ને GMERS સાથે એટેચ કરી દેવાઈ હોવાથી આ હોસ્પિટલ “મેડિકલ કોલેજ સલગ્ન GMERS હોસ્પિટલ તરીકે ઓળખાઈ છે.
અને ત્યાં દર્દીઓને અધ્યતન સુવિધાઓ મળશે એવી જાહેરાત જનરલ હોસ્પિટલ ના સત્તાધીશો તરફથી દ્વારા કરવામાં આવી હતી.

ત્યારે મેડિકલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા GMERS હોસ્પિટલ સલગ્ન મેડિકલ કોલેજને મંજૂરી આપવા બાબતે હોસ્પિટલમાં ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ.અને આધારભૂત સૂત્રો તરફથી એવી પણ માહિતી અપાઈ હતી કે હોસ્પિટલમાં પૂરતા દર્દીઓ આવી રહ્યા છે અને એડમિટ પણ થાય છે, એવું ચિત્ર ઉપસાવવા રાજપીપળા નજીક આવેલ સરકારી સ્કૂલ ઓફ નર્સિંગ જીતનગર ની 29 જેટલી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને ડમી દર્દી બનાવી હોસ્પિટલ ના 4 અલગ-અલગ વોર્ડ મા સુવડાવી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.

કેટલાક માધ્યમ કર્મીઓદ્વારા GMERS હોસ્પિટલમા સત્યતાની તપાસ કરવા જતા હોસ્પિટલના ત્રીજા માળે 2F મહિલા સર્જીકલ વોર્ડ મા એક સરખી વયની 11 જેટલી યુવતીઓ હોસ્પિટલના બેડ ઉપર સુતેલી જોવા મળી હતી!જે ખરેખર દર્દી જ નહોતી!તેમને પૂછતાં તેમને પોતાની ઓળખ જીતનગર સરકારી નર્સિંગની વિદ્યાર્થીની તરીકે આપી હતી. તેમને પૂછ્યું કે શા માટે દાખલ થયા છો? તો તેમના તરફ થી કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો! હાથ ઉપર પટ્ટીઓ શેની મારી છે? તેમ પૂછતાં તેમણે મૌન ધારણ કરી લીધું હતું! ફરજ પરની વોર્ડ નર્સને બોલાવી પટ્ટી કાઢી બતાવવા કહેતા માત્ર શોભા ની પટ્ટી હોવાનું અને કોઈ વેઈન સોય ન હોવાનો ભાંડો ફૂટ્યો હતો.ત્યાં કોઈ સોય લગાવવામાંજ આવી નહોતી!

ત્યાર પછી બીજા વોર્ડમાં તપાસ કરતા ત્યાં પણ આવી જ રીતે ડમી વિદ્યાર્થીઓને સુવડાવી દેવામાં આવી હતી.
2F 96 નં રૂમ ENT વોર્ડ માતપાસ કરતાત્યાં એક સરખી વયની 10 જેટલી નર્સિંગની વિદ્યાર્થીનીઓ દર્દીના બેડ ઉપર નકલી દર્દી તરીકે સુતેલી હોવાનું જણાયું હતું!એમને પૂછતાં તેમણે પણ તેઓ જીતનગર નર્સિંગ કોલેજ ની વિદ્યાર્થીનીઓ હોવાનું જણાવ્યું હતું. એજ રીતે 2F 85 નમ્બર ના પુરુષ સર્જીકલ વોર્ડ મા 3 જેટલા યુવાનો દર્દીના બેડ ઉપર સુતેલા જણાયા હતા, એ પૈકી એક ને બોટલ ચડી રહ્યું હતું!તેમને પૂછતાં તેમણે પણ પોતે જીતનગર નર્સિંગ કોલેજ ના વિદ્યાર્થીઓ હોવાનું કબુલ્યું હતું. એજ રીતે ઓર્થોપેડિક વોર્ડ મા પણ 5 જેટલી એક સરખી વયની યુવતીઓ બેડ ઉપર સુતેલી હોવાનું જણાયું હતું.એમણે પણ પોતે જીતનગર નર્સિંગ સ્કૂલ ની વિદ્યાર્થીનીઓ હોવાનું જણાવ્યું હતું.

આ અંગે નર્સીંગ કોલેજની વિધાર્થીનીઓનો ભાંડો ફૂટતા વિધાર્થીનીઓ અને સ્ટાફમાં નાસ ભાગ મચી જવા પામી હતી. જવાબદાર સિવિલ સર્જનને પણ પ્રશ્નો કરતા મીડિયાથી દૂર રહેવાનો પ્રયત્ન કરી જવાબ આપવાનું ટાળતા જણાતા હતા.
સમગ્ર ચકચારી પ્રકરણ બાદ નર્મદાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું હતું. અને સત્તાધીશોની બચાવની ભૂમિકામાં આવી ગયા હતા.
લોકોમાં એ પ્રશ્ન ચર્ચાતો હતો કે આરોગ્ય વિભાગને આવું કરવાની ફરજ કેમ પડી.?

આ અંગે જનરલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જ્યોતિ ગુપ્તા તરફ થી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. અને જીતનગર સરકારી નર્સિંગ સ્કૂલના મહિલા પ્રિન્સિપાલ તરફથી કોઈ સાનુકુળ પ્રતિભાવ મળ્યો નથી.
ત્યારે હવે આ સમગ્રપ્રકરણ તપાસનો મામલો બન્યો છે.

શું આ તટસ્થ મામલે કોઈ તપાસ થશેખરી ?કે પછીભીનું સંકેલશે?જવાબદારો સામે પગલાં લેવાશે?એ પ્રશ્ન હાલ તો દર્દીઓ પણ છેડેચોક ચર્ચાઈ રહ્યો છે.

આ અંગે કેટલાક મીડિયા દ્વારા ડૉ.જયોતિગુપ્તા, સિવિલ સર્જન, રાજપીપળાને પૂછતાં તેમણે જવાબઆપતાં જણાવ્યું હતું કે અમે નસિંગના વિધાર્થીઓને તાલીમ માટે બોલાવાયાં હતાં.
સિવિલ હોસ્પિટલમાં ડમી દર્દીઓની વાત સાચી નથી . હાલમાં હોસ્પિટલને એક
બિલ્ડીંગમાંથી બીજી બિલ્ડીંગમાં લઇ જવામાં આવી રહી હોવાથી નર્સિંગના વિદ્યાર્થીઓને મદદ માટે બોલાવાયાં હતાં. આ ઉપરાંત
દર્દીઓને કેવી રીતે સારવાર આપવી તેની તાલીમ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી હોવાથી તેમને બેડ પર સૂવડાવવામાં આવ્યાં
હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે નવી સિવિલ હોસ્પિટલની ક્ષમતા 150 બેડની છેઃ
રાજપીપળાની જુની સિવિલ હોસ્પિટલની ક્ષમતા 80 બેડની
હતી જ્યાં જગ્યા ઓછી પડતી હતી પણ આ ઇમારત 103 વર્ષ જુની હોવાથી હોસ્પિટલને નવી જગ્યાએ ખસેડવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલનીક્ષમતા 150 બેડની કરવામાં આવી છે. ગાંધીનગરથી આવેલી
ટીમને હોસ્પિટલમાં દર્દીઓ આવી રહ્યાં છે તેમ બતાવવા
તેમાં પણ 150 કરતાં વધારે દર્દીઓ બતાવવામાં આવ્યાં હતાં.સવાલ એ ઉપસ્થિત થાય છે કે દર્દીઓ ઓછા હોય કે વધારે, પણ વધારે દર્દીઓ બતાવવા ડમી દર્દીઓ તરીકે વિદ્યાર્થીઓને સુવડાવવાની જરૂર કેમ પડી?

પણ લાખ રૂપિયાનો સવાલ એ પણ ઉપસ્થિત થાય છે કેજો વિધાર્થીઓ ડમી ના હોય તો જયારે બેડ ઉપર સુતેલી 29વિદ્યાર્થીઓએ ડમી દર્દી તરીકે બેડ પર સૂતી હતી અને હાથ પરની તેમની પટ્ટી ખોલવામાં આવી ત્યારે એક પણ વિદ્યાર્થીનીએ કેમ જણાવ્યું નહીં કે અમે તાલીમના ભાગ રૂપે આ કામગીરી કરીએ છીએ? વિધાર્થીઓનું સૂચક મૌન સૌને અકળાવી રહ્યું છે. ત્યારે સત્ય બહાર આવે એ પણ એટલું જ જરુરી છે

આ અંગે સિવિલ સર્જને એવો એવુ પણ જણાવ્યું છે કે આગાઉ મીડિયામાં આવેલ ડમી દર્દીઓની વાત ખોટી છે.જો સિવિલ સર્જન સાચા હોય તો તંત્ર દ્વારા સત્તાવાર લેખિત ખુલાસો કે નિવેદન કેમ આપવામાં આવ્યો નથી? એ મુદ્દો પણ ખાસ ચર્ચાનો વિષય બન્યો છે.
વધુમાં જો આરોગ્ય તંત્ર સાચા હોય અને વિદ્યાર્થીઓને તાલીમના ભાગ રૂપેજ સુવડાવ્યા હોય તો સિવિલ સર્જને સત્તા વાર લેખિતમાં રેકર્ડ માં એની નોંધ કરી હશે જ. ઉપલા અધિકારીઓને લેખિત જવાબ કેમ આપ્યો નથી? જો આપ્યો હોય તો એ રેકોર્ડ મીડિયાને પૂછતાં કેમ બતાવ્યો નહીં?એ મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે.

આ અંગે આજરોજ અમારા પ્રતિનિધિએ સિવિલ સર્જન સાથે ટેલિફોનીક મુલાકાત કરવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો.પણ એક પણ વાર એમણે ફોન રિસીવ કર્યો નહોતો.જો તેઓ સાચા હોય તો મીડિયાનો ફોન રિસીવ કરવો જોઈએ. અને સાચી હકીકત જણાવવી જોઈએ.આમ આરોગ્ય હાલ તો બચાવની ભૂમિકામાં આવી ગયું છે. હવે એ જોવું રહ્યું કે આરોગ્ય વિભાગ સમગ્ર પ્રકરણ પર પરદો પાડી દેશે કે ન્યાયી તપાસ કરશે?

અહેવાલ :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati