“હર ઘર તિરંગા” અભિયાનને પગલે નર્મદા જિલ્લાના વન વિભાગ દ્વારા તિરંગાની સ્ટિક બનશે

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

તિરંગા માટે નર્મદા વન વિભાગને બામ્બુ સ્ટીકના
ઓર્ડર મળ્યા

“હર ઘર તિરંગા” અભિયાનને પગલે નર્મદા
જિલ્લાના વન વિભાગ દ્વારા તિરંગાની સ્ટિક બનશે

રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે મોટી સંખ્યામાં લાકડીઓની જરૂરીયાત નર્મદા વનવિભાગ પૂરી પાડશે

રાજપીપલા, તા 5

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” અભિયાનને પગલે નર્મદા
જિલ્લાના વન વિભાગને બામ્બુ સ્ટીકના ઓર્ડર મળ્યા છે. તિરંગા માટે સ્ટીકના ઓર્ડર મળતા આદિવાસી કોટવાળીયા સમાજના લોકોને રોજગારી મળી છે.
આદિવાસી કોટવાળીયા સમાજના લોકોને મોટેપાયે રોજગારીમળી છે.વાંસ સુધારણા સમયે નીકળતા વાંસ સ્થાનિક લોકોને
વિનામુલ્યે અપાય છે.

હર ઘર તિરંગા અભિયાન હેઠળ તા. ૧૩થી ૧૫મી ઓગષ્ટ દરમ્યાન દરેક સરકારી
કચેરીઓ અને લોકો પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવશે. આટલા મોટા પ્રમાણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે મોટી સંખ્યામાં લાકડીઓની જરૂરીયાત પણ રહે છે. અને આ લાકડીઓ દક્ષિણ
ગુજરાતના નર્મદા જિલ્લાના વન વિભાગ દ્વારા પુરી પાડવામાં આવનાર છે.
નર્મદા વન વિભાગના નાયબ વન સંરક્ષક નિરજકુમારે જણાવ્યુછે કે, અમને રેવન્યુ
તથા પંચાયત વિભાગ તરફથી વાંસની લાકડીઓના ઓર્ડર મળ્યા છે. જીલ્લાના દેડીયાપાડા,સોરાપાડા,પીપલોદ,સગાઈ,ફુલસર તથા સાગબારા રેંજ વિસ્તારના ૨૭૫ જેટલા કોટવાળીયા
સમાજના લોકોને અમે જોડયા છે. વાંસ સુધારણાની કામગીરી દરમ્યાન જે વાંસ નિકળે છે તે
વન વિસ્તારના લોકોને તથા કોટવાળીયા સમાજના લોકોને વિનામુલ્યે આપી દેવાય છે. હાલમાં
મુખ્યમંત્રી દ્વારા દેડીયાપાડા ખાતે વાંસ આધારીત કૌશલ્યવર્ધન કેન્દ્રનુ ઉદઘાટન કરવામાંઆવ્યુ હતુ. આ કૌશલ્યવર્ધન કેન્દ્રમાં બનાવવામાં આવેલ વર્કશોપમાં આ જ વાંસનો ઉપયોગ
કરીને કોટવાળીયા સમાજના લોકો રોજગારી મેળવે છે.
નર્મદા જિલ્લો એક આદિવાસી વિસ્તાર છે. અને મોટાભાગના કોટવાળીયા સમાજના
લોકો વાંસ બનાવટની ચીજવસ્તુઓ વેચીને ગુજરાન ચલાવે છે.તેમને સતત રોજગારી મળી છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati