BTPના ધારાસભ્ય BTPના આગેવાનો સામે કાયદાકીય કાર્યવાહી કરવા તેમજ મૃતક અને પરિવારજનોને ન્યાય અપાવવા નર્મદા ભાજપા મેદાનમાં..

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

BTPના ધારાસભ્ય BTPના આગેવાનો સામે કાયદાકીય કાર્યવાહી કરવા તેમજ મૃતક અને પરિવારજનોને ન્યાય અપાવવા નર્મદા ભાજપા મેદાનમાં..

ડેડીયાપાડા ખાતે સભાનું આયોજન, રેલી કાઢીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર

ઘટના બાબતે ઉચિત કાર્યવાહીની માંગણી

રાજપીપલા, તા.5

ડેડીયાપાડા ગ્રામ પંચાયત કર્મચારી દ્વારા ધમકી સામે ઝેર પીને આત્મહત્યા કરવાનો બનાવથી નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.
બે રાજકીય પક્ષો આમને સામે આવી ગયા છે. જેમાં સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવ્યા બાદ ભાજપાના આગેવાનો પણ હવે મેદાનમાં આવી ગયા છે.આ અંગે ડેડીયાપાડા ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રેલી કાઢીને પ્રાંત અધિકારીને આવેદનપત્રઆપવામાં આવ્યું છે જેમાં ઘટના બાબતે ઉચિત કાર્યવાહીની માંગણીકરાઈ છે.

જેમાં જણાવાયું હતું કે ડેડીયાપાડામાં થોડા દિવસ પહેલા BTPની રેલી નીકળેલી અને બજારમાં BTPના ઝંડા લગાવવામાં આવ્યા હતા. બીજા દિવસે ગ્રામ પંચાયતના કર્મચારીએ બજારમાં લાગેલા ઝંડાઓ ગ્રામપંચાયતના કહેવાથી પોતાની ફરજના ભાગરૂપે ઉતાર્યા હતા. આ બાબતને લઈને BTPના ધારાસભ્ય મહેશભાઈ વસાવા તેમજ BTPના આગેવાનોએ ગ્રામ પંચાયતના કર્મચારી અને સત્તાધીશોને અનેક પ્રકારની ધમકીઓ આપેલી.
“BTPના ઝંડા ઉતાર્યા છે તો તમારા હાથપગ ભાંગી નાખવામાં આવશે”. આવા પ્રકારની ધાક ધમકીઓને કારણે કર્મચારીએ દવા પીધી. ગુનો કરીને BTPના આગેવાનો શાહુકાર બનવા નીકળ્યાં છે. અને સરકાર તથા વહીવટી તંત્રને બદનામ કરવા પ્રયાસ કરી રહ્યા છે.જિલ્લા પંચાયતના સભ્ય હિતેશભાઈ વસાવા અને તેમના પરિવારને ખોટી રીતે આ ઘટનામાં જોડવામાં આવ્યા છે. BTPના ધારાસભ્ય મહેશભાઇ વસાવા તથા BTPના આગેવાનો સામે કાયદાકીય કાર્યવાહી થાય અને મૃતક તથા એમના પરિવારજનોને ન્યાય મળે, સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ થાય એ માટ ભરૂચ સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ,પૂર્વ વન મંત્રીમોતી સિંહ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા,જિલ્લા મહામન્ત્રી નીલ રાવ તથા સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ માં વેરાઇમાતાના મંદિર, ડેડીયાપાડા ખાતે સભાનું આયોજન થયું હતું.તેમજ રેલી કાઢીને પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી આ ઘટના બાબતે ઉચિત કાર્યવાહીની માંગણી કરવામાં આવીહતી.

તસવીર :દીપક જગતાપ,રાજપીપલા

TejGujarati