જામનગરનો 483મો સ્થાપના દિવસ. રાજવી પરિવારના પ્રતિનિધિ દ્વારા કરાયું ખાંભી પૂજન.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

જામનગર
સંજીવ રાજપૂત

જામનગરનો 483મો સ્થાપના દિવસ. રાજવી પરિવારના પ્રતિનિધિ દ્વારા કરાયું ખાંભી પૂજન.

આજે જામનગરનો 483મો સ્થાપના દિવસ છે ત્યારે જામનગર રાજવી પરિવારના પ્રતિનિધિ એકતાબા સોઢા દ્વારા ખાંભીની પૂજા અર્ચના કરવામાં આવી હતી.

ગુજરાતના ચાર મોટા શહેરો પછીનું જો નામ આવતું હોય તો તે છે જામનગર શહેરનું. જે આઝાદી પહેલા નવા નગર તરીકે ઓળખાતું હતું અને હાલ હાલાર અને છોટા કાશી તરીકે પણ ઓળખાય છે. ઇતિહાસકારો મુજબ જામ રાવળના હસ્તે જામનગર શહેરની સ્થાપના કરવામાં આવી હતી.

નાગમતી અને રંગમતી નદીના કાંઠે વિક્રમ સંવત 1596માં શ્રાવણ સુદ સાતમને બુધવારે નવાનગર નામની રાજધાનીની સ્થાપના કરવામાં આવી હતી અને જામનગર શહેરમાં પ્રવેશ કરીને દરબારગઢ વિસ્તારમાં ખાંભી ખોડવામાં આવી હતી. જે દિવસે આ નગરીનું નામ પડ્યું નવાનગર અને થઈ જામનગર શહેરની સ્થાપના. જે ખાંભી હાલ શહેરના દરબારગઢ વિસ્તારમાં દિલાવર સાયકલ સ્ટોર નામની જગ્યામાં હાજર છે, અને પ્રતિવર્ષ ત્યાં ખાંભીના પૂજનનો કાર્યક્રમ યોજવમાં આવે છે જે અનુસાર આ વખતે જામનગર રાજવી પરિવાર જામ સાહેબના પ્રતિનિધિ એકતાબા સોઢા દ્વારા ખાંભી પૂજન કરવામાં આવ્યું હતું સવારે 7 કલાકથી શરૂ થયેલ પૂજામાં ખાંભીની પૂજા અર્ચના અને વિધિપૂર્વક આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ શહેરના સ્થાપના દિવસે તેઓ દ્વારા શહેરની તમામ જનતાને જામનગરના સ્થાપના દિન નિમ્મીતે શુભેચ્છાઓ પાઠવી હતી.

બાઈટ: એકતાબા સોઢા

TejGujarati