એચ. એ. કોલેજમાં કેરીઅર ગાઇડન્સ સંદર્ભનો વર્કશોપ યોજાઈ ગયો.

ગુજરાત ભારત સમાચાર

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ. એ . કોલેજ ઓફ કોમર્સના પ્લેસમેન્ટ સેલ ધ્વારા આજરોજ કારકીર્દી માર્ગદર્શનનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. અમદાવાદના જાણીતા તજજ્ઞ સુરેશ ચૌધરીએ મુખ્ય વક્તા તરીકે કહ્યું હતુ કે યુવાનોએ પોતાનું કેરીઅર નક્કી કરતા પહેલા પોતાની રૂચી, આવડત તથા સ્કોપનો વિચાર કરવો જોઈએ. ત્યારબાદ ગોલ નક્કી કરી પુરૂષાર્થ તથા પ્રોપર ટ્રેઈનીંગ ધ્વારા લક્ષ પ્રાપ્ત કરી શકાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ વીશે તથા તેમના માળખા વીશે સંપૂર્ણ માહિતી મેળવવી ખુબજ જરૂરી છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે વિદ્યાર્થીઓએ કોઈપણ કોમ્પીટીટીવ એક્ઝામ આપતા પહેલા અંગ્રેજી ભાષા ઉપરનું પ્રભુત્વ, ટેકનોલોજીનું જ્ઞાન, કન્સીસટન્સી, સતત મૂલ્યાંકન, જનરલ નોલેજ હોવુ જોઈએ તથા જે તે વિષય પસંદ કર્યા બાદની તૈયારી હોવી જોઈએ. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને કેરીયર ગાઈડન્સ સંદર્ભની જરૂરી માહિતી તથા માર્ગદર્શન આપવાની વ્યવસ્થા હોવી જોઈએ. કોલેજના પ્લેસમેન્ટ સેલના કન્વીનર પ્રા.માલતી વાલાએ પ્રાસંગીક વક્તવ્ય આપ્યુ હતુ. વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી કરી સમાધાન મેળવ્યુ હતુ. આ કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધી પ્રા.મહેશ સોનારાએ કરી હતી.

TejGujarati