મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ધો.૩થી૭ ના વિદ્યાર્થીઓએ ચિત્રસ્પર્ધામાં લીધો ઉત્સાહભેર ભાગ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદા જિલ્લામાં ‘મતદાન જાગૃતિ’ કાર્યક્રમ

દેડિયાપાડાની બેસણા ગામની પ્રાથમિક શાળામાં ચિત્રસ્પર્ધા યોજાઈ

મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ધો.૩થી૭ ના વિદ્યાર્થીઓએ
ચિત્રસ્પર્ધામાં લીધો ઉત્સાહભેર ભાગ

રાજપીપલા, તા4

નર્મદા જિલ્લામાં આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત ૦૧.૧૦.૨૦૨૨ લાયકાતની તારીખ સંદર્ભે મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃતિ સઘન બને અને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે તે હેતુથી જિલ્લાના તમામ તાલુકાઓ સહિત ગામે-ગામ મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં શાળાના બાળકોને પણ મતદાનનું મહત્વ ઉદાહરણ આપી રમુજી અંદાજમાં વિવિધ પ્રવૃત્તિઓના આયોજન થકી જાગૃત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. દેડીયાપાડા મામલતદાર એસ.વી.વિરોલા અને નાયબ મામલતદાર કિરણ ગામીત (મતદાર યાદી), BLO તરીકે ફરજ બજાવતા ભીખુભાઈ કુંકણાના માર્ગદર્શન હેઠળ બેસણાં ખાતેની પ્રાથમિક શાળામાં ધો- ૩થી૭ નાં વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવવા ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ઉત્સાહભેરભાગ લીધો હતો. આ કાર્યક્રમનો હેતુ બાળકોને મનોરંજન સાથે મતદાનના મહત્વથી પરિચિત કરાવી તેમના વાલીઓ સુધી મતદાન જાગૃતિ સંદર્ભેની વાત પહોંચાડી તેમને જાગૃત કરવાનો હતો.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati