રાષ્ટ્રધ્વજના અપમાન કરવા બદલ રજૂઆત કરવારાજપીપળાના જાગૃત યુવાને PMO ઓફિસમાં કરી ફરિયાદ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

રાજપીપલા વિજય ચોક પર ફરકવેલો રાષ્ટ્ર્રધ્વજ ફાટી જવાથી બે મહિના પહેલા ઉતારી લેવાયો..

છતાં નવો રાષ્ટ્ર્રધ્વજ ફરીથી લગાડવામાં રાજપીપલા નગર પાલિકાના ઠાગા થૈયા

રાષ્ટ્રધ્વજના અપમાન કરવા બદલ રજૂઆત કરવા
રાજપીપળાના જાગૃત યુવાને PMO ઓફિસમાં કરી ફરિયાદ

ફરિયાદને પગલે નર્મદા કલેકટ૨, પીએમઓ ઓફિસ સુધી ફરિયાદ બાદ ચીફ ઓફિસરને કાર્યવાહી કરવાઆપી ફટકાર

ટૂંક સમયમાં નવો ધ્વજ લાગી જશે એવી ચીફ ઓફિસરે આપી ખાત્રી

રાજપીપલા, તા 3

રાજપીપળા વિજયચોક ખાતે મોટા પાયા પર ઉદ્ઘાટન કરી
ખાતેરાજપીપળાના પ્રવેશ દ્વારપર ૨૫ ફૂટ ઊંચાપોલ ઉપર ફરકતા રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો. પરંતુ ચોમાસામાં વરસાદથી પલળી જવાથી અને ફાટી જવાનું કારણ બતાવીને બે મહિના પહેલા રાષ્ટ્રધ્વજને ઉતારી લેવાયો હતો. એને લાંબો સમય થઈ ગયો છતાં પણ નગરપાલિકા તંત્રએ નવો રાષ્ટ્રધ્વજ લગાડવાની તસદી લીધી નહોતી.
ત્યારે રાજપીપલાના એક એક્ષ એનસીસી કેડેટ્સ જાગૃત યુવાન કુલદીપ કાછિયાએમુખ્યમંત્રીને કાર્યાલય CMO ઓફિસમાં લેખિત ફરિયાદ કરી હતી તેમાં જણાવ્યું હતું કે આ વિજય સર્કલ પાસેપોલ પરથી બે મહિનાથી રાષ્ટ્રધ્વજ ઉતારી લેવાયો છે જેની જાણ ફરિયાદી નાગરિકે નગરપાલિકા, કલેકટર નર્મદા નેલેખિત જાણ કરી હતી પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર તરફથી કોઈ કાર્યવાહી ન થતાં મુખ્યમન્ત્રી અને PMO ઓફિસને આ યુવાને લેખિત ફરિયાદ કરતા તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું. અને PMO ઓફિસે જવાબ માંગતાધ્વજ ફાટી ગયો હોઈ નવો લગાડવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
રાષ્ટ્રધ્વજ દંડ ઉપર ફરકવેલ ન હોય તો એ રાષ્ટ્રધ્વજ નું અપમાન ગણાય છે પણ નગર પાલિકાના નિષ્ક્રિય અને બે જવાબદાર સત્તાધીશોની અક્ષમ્ય બેદરકારીને કારણે બે મહિના થવા છતાં રાષ્ટ્ર્રધ્વજ ફરકાવવામાં દાખવેલી બેદરકારી સામે આવી હતી.
આ અંગે અમારા પ્રતિનિધિએ ચીફ ઓફિસર રાહુલ ઢોડિયાનો સંપર્ક કરતા તેમણેએવો જવાબ આપ્યો હતો કે રાષ્ટ્રધ્વજ ફાટી ગયો હોઈ ઉતારી લીધો હતો. બધી નગર પાલિકા ચોમાસામાં રાષ્ટ્રધ્વજ ઉતારી લેતા હોય છે. અમે એને રીપેર કરવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તે શક્ય ન બનતા હવે નવો રાષ્ટ્રધ્વજ ખરીદવો પડશે. એ અંગે અમારી કાર્યવાહી ચાલુ છે આ સપ્તાહમાં ટૂંક સમયમાં નવો રાષ્ટ્ર્રદ્વજ ફરકાવી દેવાશે.
ત્યારે પ્રશ્ન એ થાય છે કે આકામગીરી માટે બે મહિના જેટલો સમય કેમ વિતાવવો પડયો? PMO સુધી ફરિયાદ જાય ત્યાં સુધી કાર્યવાહી કેમ ના કરાઈ? ચીફ ઓફિસર ને જવાબ આપવાની ફરજ પડી છે. ત્યારે રાજપીપલાના જાગૃત યુવાનની ફરિયાદ આખરે રંગ લાવી છે એક સાચો નાગરિક સાચી ફરિયાદ કરે તો તેને ન્યાય પણ ચોક્કસ મળી શકે છે એ વાત કુલદીપ ભાઈ કાછીયા પુરવાર કરી બતાવી છે

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati