સિનેમાં ઘરોમાં ધૂમ મચાવી રહેલી “53મું પાનું” ફિલ્મને દર્શકો તરફથી મળી રહ્યો છે ઉમદા પ્રતિસાદ

મનોરંજન

 

 

મેગ્નેટ મિડિયા ફિલ્મસ પ્રોડ્ક્શન અને ફિફ્થ વેદાની ફિલ્મ “53મું પાનું” ફિલ્મને ઉમદા પ્રતિસાદ ફિલ્મ રીલીઝ થયા બાદ મળી રહ્યો છે. “53મું પાનું” ફિલ્મના નિર્માતા તરીકે ભાવેશ ઉપાધ્યાય, કેયુર શાહ છે અને ફિલ્મનું દિગ્દર્શન કર્તવ્ય શાહે કર્યું છે. ફિલ્મનું સ્ક્રીનપ્લે ચેતન દૈયા, કર્તવ્ય શાહે કર્યું છે જ્યારે આ ફિલ્મની વાર્તા કાજલ મહેતાએ લખી છે. ફિલ્મની વાત કરીએ તો ફિલ્મની વાર્તા હટકે અને યુનિક છે. જો કે, ફિલ્મના ટીઝર અને ટ્રેલર બાદ અનેક દર્શકોએ આ ફિલ્મને જોવાને લઈને તાલાવેલી દર્શાવી હતી. 29 જુલાઈએ રીલીઝ થયેલી ફિલ્મ દર્શકોને સિનેમાઘરો સુધી લઈ જવામાં સફળ સાબિત થઈ છે.

 

ફિલ્મની દર્શકોને ફિલ્મના એન્ડ સુધી જકડી રાખવામાં ખૂબ જ સફળ રહી છે. ખાસ કરીને ઈન્ટરવલ સુધી ફિલ્મની વાર્તામાં ધીમે ધીમે વળાંક લે છે. એક અભિનયની વાત કરીએ તો બધાં કલાકારોનો અભિનય ખુબ જ સારો છે, પરંતુ અમુક કલાકારો પોતાની છાપ છોડી જાય છે. મુખ્ય પાત્રોમાં આર્જવ ત્રિવેદી, કિંજલ રાજપ્રિયા, મેહુલ બુચ, અને ચેતન દૈયા, આર્જવ ત્રિવેદી પોતાના કબીર શાસ્ત્રીના પાત્રમાં સારો અભિનય કરે છે. કિંજલ રાજપ્રિયા કે જેને રુતુ મહેતાના પાત્રમાં અભિનવનો જીવ રેડી દીધો છે.

 

પત્રકાર રુતુ મહેતાથી શરૂ થતી આ વાર્તા ઘણી રોચક રીતે આગળ વધે છે કેમ કે, ફિલ્મની સ્ટોરીમાં એક પછી એક વળાંક આવે છે ખાસ કરીને આ ફિલ્મનો પ્લસ પોઈન્ટ એ છે કે, તેના સંવાદો ચોટદાર છે. જે ચેતન દૈયાએ લખેલા છે. ખાસ કરીને ઈન્ટરવલ પછી અને એમાં પણ કોર્ટના દ્રશ્યોના સંવાદો ખૂબ જ સારી રીતે લખાયેલા છે. ગુજરાતી ફિલ્મના યુવા દિગ્દર્શક કર્તવ્ય શાહે પોતાના દિગ્દર્શન તરીકેની અલગ છાપ છોડી જાય છે. તેમના દિગ્દર્શનની એક ખાસિયત હોય છે કે ફિલ્મના ઈન્ટરવલ પછી જ ફિલ્મ રસપ્રદ બને છે અને પછી અંત સુધી આ ફિલ્મ દર્શકોને અંત સુધી ક્યુરીયોસિટી દર્શાવે છે.

જય ભટ્ટ કે જમનું ભલે નાનું પાત્ર છે પરંતુ ઘણું ઉમદા પાત્ર છે. આ ફિલ્મમાં ચેતન દૈયાએ અદ્ભુત સંવદો અને પોતાના આગવા અંદાજ બોલીને વાહ વાહ લૂટી છે.

હવે એ દિવસ દૂર નથી જ્યારે ગુજરાતી ફિલ્મની પણ સિક્વલ બનશે જેનું ઉદાહરણ આ ફિલ્મ છે સૌથી અગત્યની વાત એ ફિલ્મનો ક્લાઈમેક્સમાં વાર્તા હજુ આગળ શરૂ રહેશે. “53મું પાનું” ફિલ્મની બીજી ખાસિયત એ છે કે, કોર્ટ રૂમ ડ્રામા, કદાચ પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં જોવા મળ્યો હશે. આર્જવ ત્રિવેદી, કિંજલ રાજપ્રિય,મેહુલ બૂચ અને ચેતન દૈયા અલગ પ્રકારની ભૂમિકામાં જોવા મળ્યા. ખાસ તો કિંજલ અને આર્જવ બંનેએ ઉમદા અભિનયનો પ્રયાસ કર્યો છે.

TejGujarati