અમદાવાદ ખાતે મુખ્યમંત્રીના હસ્તે ફાયર ફાયર ફાયટિંગનાં વાહનો અને સાધનોનું લોકાર્પણ કરાયું

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ ખાતે મુખ્યમંત્રીના હસ્તે ફાયર ફાયર ફાયટિંગનાં વાહનો અને સાધનોનું લોકાર્પણ કરાયું

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગને વધારે કાર્યક્ષમ બનાવવા તથા ઇમરજન્સીની સ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક ધોરણે ફાયર એન્ડ ઇમરજન્સી સારવાર મળી રહે એ માટે કુલ રૂ. 12, 47,41,274 (આશરે સાડા બાર કરોડ)નાં ફાયર ફાયટિંગ અને રેસ્ક્યૂ માટેનાં સાધનો ખરીદવામાં આવ્યાં છે. અમદાવાદ શહેરની જાહેર જનતાની સલામતી માટે મુખ્યમંત્રીના હસ્તે આ વાહનોની ફ્લેગ માર્ચને ઝંડી બતાવીને લોકાર્પિત કરવામાં આવ્યાં હતાં.

અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર 20કે.એલ. વૉટર બાઉઝર નંગ-5, 23 બોલેરો ગાડીઓ અને પોણા ત્રણ કરોડના અન્ય બચાવ કામગીરીનાં સાધનો વસાવવામાં આવ્યાં છે, જેનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

TejGujarati