*જંતુનાશક દવાઓનો ઓનલાઈન આડેધડ થતા વેચાણને લઈને રાજ્યભરના 600 વેપારીઓનો એક મંચ પર વિરોધ*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત

જંતુનાશક દવાના ઓનલાઇન વેચાણ સામે વેપારીઓનો વિરોધ
એગ્રો ઇનપુટ વેલ્ફર એસો. સાથે સંકળાયેલ વેપારીઓએ નોંધાવ્યો વિરોધ
600 થી વધુ વેપારીઓએ બેઠક કરી વિરોધની રણનીતિ ઘડી
ઓનલાઈન વેચાણ થી ખેડૂતો ને નથી મળતું માર્ગદર્શન
માર્ગદર્શન ના અભાવે પાક ને થાય છે અસર
ડિગ્રી વગરના લોકો પણ કરી રહ્યા છે જંતુનાશક દવાનું વેચાણ
ઓનલાઇન વેચાણ પર પ્રતબંધ મૂકવા માંગ
ઓનલાઇન વેચાણ બંધ નહિ થાય તો સરકારને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરશે
ઑનલાઇન બિઝનેસ થી લાખો લોકો ની રોજગારી પર થાય છે અસર

જંતુનાશક દવા, ખાતર, બિયારણનુ ઓલ ઓવર ઇન્ડિયામાં 40 હજાર કરોડનો બિઝનેસ છે. ત્યારે આ બિઝનેસ પર હવે ઓનલાઈન વેચાણ કરતા વેપારીઓએ તરાપ મારી છે. જંતુનાશક દવા, ખાતર, બિયારણના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઓનલાઈન જંતુનાશક દવાના વેચાણ સામે વિરોધ નોંધાવ્યો છે. નારોલ નજીક નિષ્કલંક ધામના હોલમાં 600થી વધુ વેપારીઓએ બેઠક યોજી જંતુનાશક દવાના ઓનલાઇન વેચાણ સામે વેપારીઓનો વિરોધ નોંધાવ્યો. જંતુ નાશક દવાનુ ઓનલાઇન વેચાણ બંધ નહિ થાય તો સરકારને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવાની રણનીતિ ઘડવામાં આવી છે.
જંતુનાશક દવાના ઓનલાઇન વેચાણ સામે વેપારીઓ હવે આક્રમક મૂડમાં જણાઈ રહ્યા છે. એગ્રો ઇનપુટ વેલ્ફર એસોસિએશન સાથે સંકળાયેલ વેપારીઓએ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. જે માટે 600 થી વધુ વેપારીઓએ બેઠક કરી વિરોધની રણનીતિ ઘડી કાઢી છે. ગુજરાત એગ્રો એસોસિએશનણ પ્રમુખ પ્રવિણ પટેલનું કહેવું છે કે ગુજરાતમાં દવા, ખાતર અને બિયારણનો સૌથી મોટો બિઝનેસ છે. આ ઓનલાઈન વેચાણની પ્રક્રિયા શરૂ કરી તે ટેક્નિકલ રીતે પણ ખોટી છે. ઓનલાઈન વેચાણ થી ખેડૂતો ને મળતું માર્ગદર્શન મળતું નથી. માર્ગદર્શન ના અભાવે પાક ને અસર થાય છે. ઓનલાઈન વેચાણ કરવા વાળા કોઈ જવાબદારી લેતા નથી. ડિગ્રી વગરના લોકો પણ જંતુનાશક દવાનું વેચાણ કરી રહ્યા છે. વેપારીઓની માંગ છે કે જંતુનાશક દવાના ઓનલાઇન વેચાણ પર પ્રતબંધ મૂકવામાં આવે. ઓનલાઇન વેચાણ બંધ નહિ થાય તો સરકારને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવામાં આવશે. આખા દેશમાં ઓલ ઇન્ડિયા ઇનપુટ વેલફેરના 7 લાખ મેમ્બર છે. જો 7 લાખ મેમ્બર ને ત્યાં 10 જણા પણ નોકરી કરતા હોય તો ઑનલાઇન બિઝનેસ થી 70 લોકો ની રોજગારી પર અસર થાય તેમ છે. તો એસોસિએશનના સેક્રેટરી અરવિંદ ભાઈ પટેલએ જણાવ્યું કે જંતુ નાશક દવાનુ ઓનલાઇન વેચાણ બંધ નહિ થાય તો સરકારને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવામાં આવશે.

TejGujarati