પૂર્વોત્તરનાં મનોરમ રાજ્ય ત્રિપુરાથી ૯૦૧મી કથાની પૂર્ણાહૂતિ

ધાર્મિક

 

શાશ્વત પ્રેમ માત્ર શાશ્વત સાથે જ થઈ શકે છે.

ખોજ પોતાની કરો,સેવા અન્યની કરો અને પ્રેમ પરમાત્માને કરો.

વિશુદ્ધ વિજ્ઞાનના ત્રણ સૂત્ર છે:એ દેશ કાળ અને પાત્ર જુએ છે.

 

બડે ભાગ બિધિ બાત બનાઇ;

નયન અતિથિ હોઇહહિ દોઉ ભાઇ. (બાલકાંડ દોહો-૩૧૦)

કો જાનૈ કેહિ સુકૃત સયાની;

નયન અતિથિ કિન્હે બિધિ આનિ. (બાલકાંડ દૂહો-૩૩૫)

આ બીજ પંક્તિઓ સાથે વહેતી પૂર્વોત્તરનાં મનોરમ રાજ્ય ત્રિપુરાની હરીભરી ઘાટીથી સુશોભિત ઈન્દ્રનગર અગરતલાથી કથાનાં નવમા અને પૂર્ણાહૂતિ દિવસે ઉપસંહારક વાત કરતા બાપુએ જણાવ્યું કે રામચરિત માનસમાં આઠ વખત અતિથી શબ્દનો પ્રયોગ છે:

અતિથિ પૂજ્ય પ્રિયતમ પુરારી કે;

કામદ ધન દારીદ દારિકે.

નયન અતિથી હોઈહહીં…

કો જાને કેહી સુકૃત સયાની નયન અતિથિ..

મુનિબર અતિથિ…

આ રીતે આઠ પંક્તિઓમાં અતિથી શબ્દ દેખાય છે. આ આઠમાંથી એક પંક્તિ:

કહહી પરસ્પર સિદ્ધિ સમુદાઈ;

અતુલિત અતિથિ રામ લઘુભાઈ.

જ્યારે ભરતજી આખી અયોધ્યાને લઈ ચિત્રકૂટ ગયા અને પ્રયાગરાજમાં ભરદ્વાજ ઋષિના આશ્રમમાં ગયા.ભરત જેવો અતિથિ આવ્યો છે એ જોઈને રિદ્ધિ-સિદ્ધિ પરસ્પર વાત કરે છે કે આવા અતિથિનું સ્વાગત કઈ રીતે કરીશું.ભરતજીને સંકોચ હતો કે રામ લક્ષ્મણ અને સીતાજી વનવાસી બનીને ગયા છે તો સ્વાગત કેવું!પરંતુ ભરત જેવો અતિથિ ભારદ્વાજને સંકોચ થાય છે.મહાપુરુષોની આસપાસ રિદ્ધિ-સિદ્ધિ રહેતી હોય છે એ સ્વભાવિક છે,જોકે મહાપુરુષો તેમનો ઉપયોગ નથી કરતા.શ્રેયાન પાદુકા: એટલે કે શ્રેય-રિદ્ધિ-સિદ્ધિ જ મહાપુરુષોની પાદુકા છે એવું કહેવાય છે.અહીં માત્ર અતિથિ નહીં અતુલિત અતિથિ શબ્દનો પ્રયોગ કર્યો છે.ત્યારે અન્ય ત્રણ પ્રકારના અતિથિઓ દેખાય છે:એક છે તુલિત અતિથિ-જેમને આપ તોલી શકો,તેમને યોગ્ય સરભરા કરી શકો.માનસમાં તુલિત અતિથિ કોણ છે?રામ લક્ષ્મણ અને જાનકી છે.એ વનવાસી છે,ફળ ફૂલ ખાય છે.વનવાસી લોકોને થયું કે આપણે એની સેવા કેમ કરીશું?ગરીબ,અકીંચંન,ઉપેક્ષિત,વંચિત લોકો આમ છતાં આનંદમાં છે કારણ કે આ અતિથિઓ આપણા જેવા જ છે.આપણા જેવું જ ખાય છે,આપણી જેમ જ રહે છે,અને આવા લોકો લઘુતાગ્રંથીમાં ન આવે એ માટે રામ લક્ષ્મણ પણ તુલિત અતિથી બને છે.એક છે:સંતુલિત અતિથિ- મહારાજા જનક સંતુલનમાં રાખે છે.એક તરફ બ્રહ્મ અને એક તરફ દામાદ છે.જ્ઞાની આદમી સંતુલિત રહેશે.આમ્રકુંજ માં રાખો કે સુંદરસદનમાં,બંને સ્થળે રામ સંતુલિત છે.રામ ધનુષ્ય તોડી પણ શકે છે અને પરશુરામનું ધનુષ્ય ચડાવી પણ શકે છે.એક સંત એક સાધુ એ તુલિત પણ નથી,સંતુલિત પણ નથી,ત્યાં સંતુલિતતા મુશ્કેલ લાગે છે. રિદ્ધિ સિદ્ધિઓથી તોલાય એમ નથી.એ અતુલિત અતિથિ છે.સાધુ અતુલિત હોય છે.સાધુ તુલસી પત્રથી તોલાય છે. શાશ્વત પ્રેમ માત્ર શાશ્વત સાથે જ થઈ શકે છે. બાપુએ કહ્યું કે ખોજ પોતાની કરો,સેવા અન્યની કરો અને પ્રેમ પરમાત્માને કરો.વિશુદ્ધ વિજ્ઞાનના ત્રણ સૂત્ર છે:એ દેશ કાળ અને પાત્ર જુએ છે.સંવેદનાહીન વિજ્ઞાન સામાજિક પાપ છે એવું ગાંધીજીએ કહેલું. અધ્યાત્મ સદૈવ પાછળ રહે છે પરંતુ કોઈ મુશ્કેલી આવે તો રસ્તો દેખાડે છે.

આ રીતે ચાર પરમઘાટ પર ચાલી રહેલી રામકથાને ચારેય આચાર્યએ વિરામ આપ્યો અને અગરતલા ત્રિપુરાની વ્યાસપીઠ પર ચાલી રહેલી કથાને પણ વિરામ દેતી વખતે બાપુએ કહ્યું કે જાણે બધું જ કહેવાયા છતાં બધું જ બાકી રહી ગયું હોય એવું લાગે!યજમાન કાનન પરિવારે વ્યાસપીઠની જ નહીં સમગ્ર વિશ્વની સેવા કરી છે.બધા જ માટે બાપુએ પ્રસન્નતાનો ભાવ વ્યક્ત કર્યો.બાપુએ કહ્યું કે મારે ત્રણ કથા આઝાદીના અમૃત મહોત્સવ પર તિરંગાને અને રાષ્ટ્રના ચરણમાં અર્પણ કરવી હતી એમાંની આ પહેલી કથા રાષ્ટ્રના ચરણમાં સમર્પિત કરું છું.અમૃત મહોત્સવ અવસર પર બીજી કથા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં થશે અને છેલ્લી કથા દિલ્હીમાં તિરંગા ને સમર્પિત કરવામાં આવશે.

હવે પછીની રામકથાની એકાદ બે દિવસમાં જાહેરાત કરવામાં આવશે.

 

TejGujarati