લઠ્ઠાકાંડ પ્રકરણ પછી દેશી દારૂની ભઠ્ઠીઓ પર નર્મદા પોલીસની રેડ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

લઠ્ઠાકાંડ પ્રકરણ પછી નર્મદામાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર નર્મદા પોલીસની રેડ

નર્મદા જીલ્લામાં દારૂના દુષણ ફેલાવતા અસામાજીક તત્વો ઉપર સખતકાર્યવાહી કરતી નર્મદા પોલીસ

રાજપીપલા, તા 30

પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, નર્મદાના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં દારૂની
ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી
કામગીરી કરી આવી પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સારૂ સખત અટકાયતી પગલા લેવાના
સુચના અને માર્ગદર્શન અનુસંધાને નર્મદા જીલ્લા પોલીસ દ્વારા સતત કાર્યશીલ રહી દારૂની
પ્રવૃતિને નેસ્તો-નાબુદ કરવાની કામગીરી કરેલ છે. નર્મદા જીલ્લો મોટાભાગે આદિવાસી
જીલ્લો હોવાના કારણે પ્રજામાં જાગૃતિ લાવવા સારૂ તેમજ દારૂના વ્યસનને ત્યજી દેવા માટેનાસેમીનાર તેમજ હોર્ડીગ્સ પણ લગાડવામાં આવેલ છે. દારૂની પ્રવૃતિ રોકવા સારૂ નર્મદા જીલ્લાપોલીસ દ્વારા સને-૨૦૨૧ના વર્ષમાં (જુલાઇ માસ સુધીના) કુલ-૧૭૦૨ કેસો શોધી કાઢવામાંઆવેલ હતા. જે પૈકી ઇગ્લીશ દારૂનાકુલ-૧૧૭, દેશી દારૂના કુલ-૧૨૨૦ તેમજ ભઠ્ઠીના-૩૧,
તથા અન્યના કુલ-૩૩૪ શોધી કાઢવામાં આવેલ. તેમજ ચાલુ વર્ષ ૨૦૨૨માં કુલ-૧૮૮૧ કેસો શોધી કાઢવામાં આવેલ છે. જે પૈકી ઇગ્લીશ દારૂના કુલ-૧૪૬, દેશીદારૂના કુલ-૧૧૩૯ તેમજ ભઠ્ઠીના-૧૬૨, તથા અન્યના કુલ-૪૩૪ શોધી કાઢવામાં આવેલ.
હાલમાં ડી.જી.પી. ગુ.રા.ગાંધીનગરનાઓ દ્વારા સ્પેશીયલ પ્રોહીબીશન ડ્રાઇવ ચાલતીહોય અને આ ડ્રાઇવમાં જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દારૂની બદી રોકવા માટે સતત
રેઇડો કરી કેસો શોધી કાઢવા માટે પેટ્રોલીંગ કરી કેસો કરવામાં આવેલ છે. તેમજ પોલીસ
અધિક્ષક નર્મદાના કડક સુચના અનુસંધાને જીલ્લાના નામી-અનામી બુટલેગર્સ ઉપર
વોચ તથા ખાનગી બાતમીદારો મારફતે બાતમી મેળવી સતત રેઇડો કરવામાં આવે છે.
તેમજ છેલ્લા ૪૮ કલાકમાં નર્મદા પોલીસ દ્વારા કુલ-૧૦૫ થી પણ વધુ પ્રોહીબીશના કેસો
શોધી કાઢી દારૂને લગતી સાધનસામગ્રી કબજે કરી બુટલેગર્સને અટક કરવામાં આવેલ છે.
આમ નર્મદા પોલીસ સતત બુટલેગર્સ ઉપર સતત વોચ તથા ખાનગી બાતમીદારોથી બાતમી
હકીકત મેળવી સતત રેડો કરીરહી છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati