કોરોના પછી નર્મદામાં ઉજવાશે યુવા ઉત્સવ-૨૦૨૨

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રમત જગત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કોરોના પછી નર્મદામાં ઉજવાશે યુવા ઉત્સવ-૨૦૨૨

રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં યોજાશે વિવિધ સ્પર્ધાઓ

રાજપીપલા,તા.29

રમતગમત, યુવા અને સાંસ્કુતિક પ્રવુતિઓ વિભાગ હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સાંસ્કુતિક પ્રવુતિઓની કચેરી ગાંધીનગર તથા જીલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી નર્મદા દ્વારા યુવા ઉત્સવ (ઓફલાઇન તેમજ ઓનલાઇન) યોજવામાં આવનાર છે. જેમાં ૧૫ થી ૨૯ વર્ષની વય મર્યાદા ધરાવતા વિધાર્થી-બિન વિધાર્થી કોઇ પણ યુવક યુવતિઓ ભાગ લઇ શકશે. જેમાં અ અને બ તથા ખૂલ્લા વિભાગની સહિત્ય વિભાગ, કલા વિભાગ, સાંસ્કુતિક વિભાગ (અ-૧૫ વર્ષથી ઉપર અને ૨૦ વર્ષ સુધીના, બ-૨૦ વર્ષથી ઉપર અને ૨૯ વર્ષ સુધીના, ખુલ્લો- ૧૫ વર્ષથી ઉપર અને ૨૯ વર્ષ સુધીના) ની (૧) વકૃત્વ સ્પર્ધા(અ,બ) (૨) નિબંધ સ્પર્ધા(અ,બ) (૩)પાદપૂર્તિ(બ) (૪) ગઝલ શાયરી લેખન(બ) (૫) કાવ્ય લેખન(બ) (૬)દોહા છંદ-ચોપાઇ(બ) (૭)લોકવાર્તા(ખુલ્લો) (૮)સર્જનાત્મક કામગીરી(ખુલ્લો) (૯)ચિત્રકલા(અ,બ) (૧૦) લગ્નગીત(બ) (૧૧) હળવું કંઠય સંગીત(અ,બ) (૧૨) લોકવાદ્ય સંગીત(અ,બ) (૧૩) ભજન(ખુલ્લો) (૧૪) સમૂહગીત(ખુલ્લો) (૧૫) એકપાત્રીય અભિનય(અ,બ) કૃતિઓનુ તાલુકા કક્ષાએ ઓફલાઇન સ્પર્ધાઓનું આોયોજન કરવામાં આવેલ છે. જેમાં નર્મદા જિલ્લાના તાલુકા કન્વીનર સંસ્થાઓ, (૧) નાંદોદમાં-શ્રી નવદર્ગા હાઇસ્કુલ–રાજપીપલા (૨) ગરૂડેશ્વરમાં-પિંટુલાલા વિદ્યામંદિર,બોરીયા (૩) તિલકવાડામાં-કે.એમ.શાહ વિદ્યા મંદિર, (૪) દેડીયાપાડામાં-એ.એન.બારોટ વિદ્યાલય દેડીયાપાડા (૫) સાગબારામાં-સાર્વજનિક માધ્યમિક શાળા, રોઝદેવ ખાતે નક્કી કરવામાં આવેલ છે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ તા.૨૦/૦૮/૨૦૨૨ સુધીમાં પોતાની એન્ટ્રી પહોંચાડવાની રહેશે.
રાષ્ટ્રકક્ષાની યોજાતી સ્પર્ધાઓ અત્રેના જિલ્લાએથી ઓનલાઇન યોજવાની રહે છે. જેમાં (૧) લોક નુત્ય(ખુલ્લો) (૨)લોકગીત(ખુલ્લો) (૩) એકાંકી(હિન્દી/અંગ્રેજી) (ખુલ્લો) (૪)શાસ્ત્રીય કંઠય સંગીત-હિન્દુસ્તાની (અ,બ,વિભાગ) (૫) શાસ્ત્રીય કંઠય સંગીત કર્ણાટકી(ખુલ્લો) (૬) સીતાર(ખુલ્લો) (૭)વાંસળી(ખુલ્લો) (૮) તબલા(ખુલ્લો) (૯) વીણા(ખુલ્લો) (૧૦) મૃદંગમ(ખુલ્લો) (૧૧) હાર્મોનિયમ (હળવુ) (ખુલ્લો) (૧૨) ગિટાર(ખુલ્લો) (૧૩) શાસ્ત્રીય નૃત્ય-ભરત નાટયમ(અ,બ) (૧૪) શાસ્ત્રીય નૃત્ય-મણીપુરી(ખુલ્લો) (૧૫) શાસ્ત્રીય નૃત્ય-ઓડીસી(ખુલ્લો) (૧૬) શાસ્ત્રીય નૃત્ય-કથ્થક(અ,બ) (૧૭)શાસ્ત્રીય નૃત્ય કુચીપુડી(ખુલ્લો) (૧૮) શીધ્ર વકૃત્વ(હિન્દી/અંગ્રેજી) (ખુલ્લો) મુજબની કૃતિઓની સ્પર્ધા ઓનલાઇન યોજવામાં આવનાર છે. જેમાં સ્પર્ધકે પોતાના ઘરેથી /શાળા/કોલેજથી કૃતિ તૈયાર કરી તેને વિડીયો સી.ડી/પેનડ્રાઇવ દ્રારા અત્રેની જિલ્લા રમતગમત અધિકારીની કચેરી નર્મદા, જિલ્લા સેવા સદન, બીજે માળ, રૂમ નં.૨૧૭, રાજપીપળા, જિ.નર્મદા. ખાતે તા.૧૫/૦૯/૨૦૨૨ સુધીમાં કચેરી સમયમાં મોકલી આપવાની રહેશે. (કૃતિ ઓળખ માટે નામ, સરનામુ, કુતિનુ નામ, વિભાગ, જન્મતારીખ, મોબાઇલ નંબર જેવી વિગતો અલગથી મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે કચેરી નં. ૦૨૬૪૦-૨૨૧૩૫૫ ઉપર કચેરી સમય દરમ્યાન સાંધવા કરવા જિલ્લા રમત-ગમત અધિકારી-નર્મદા જણાવે છે.

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati