આરોગ્યલક્ષી સુવિધાના સાધનો ખરીદવા NPCIL કાકરાપાર ગુજરાત સાઈટ દ્વારા CSR એક્ટિવિટી અંતર્ગત રૂા.૪૮.૪૪ લાખના MOU કરાર

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

આરોગ્યલક્ષી સુવિધાના સાધનો ખરીદવા NPCIL કાકરાપાર ગુજરાત સાઈટ દ્વારા CSR એક્ટિવિટી અંતર્ગત રૂા.૪૮.૪૪ લાખના MOU કરાર

રાજપીપલા સિવિલ હોસ્પિટલ, SDH ગરુડેશ્વર અને SDH દેડિયાપાડાને પુરા પાડવામાં આવશે

રાજપીપલા,તા.29

નર્મદા જિલ્લામાં આરોગ્યલક્ષી સુવિધા વધુ સુઘડ બને તેવા હેતુ સાથે ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ-કાકરાપાર (NPCIL) ના CSR ચેરમેન એન.જે.કેવટ, મેડિકલ ઓફિસર ડૉ. કૃણાલભાઈ ચૌહાણ અને સહાયક જન સંપર્ક અધિકારી હિતેશભાઈ ગામીતે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, રાજપીપલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા, જિલ્લા આયોજન અધિકારી એસ.એસ.પાંડેની ઉપસ્થિતિમાં સિવિલ હોસ્પિટલ રાજપીપલા માટે રૂ. ૧૮.૨૪ લાખ, SDH ગરુડેશ્વર માટે રૂા.૧૩.૦૦ લાખ અને SDH દેડિયાપાડા માટે રૂ.૧૭.૨૦ લાખ મળી કુલ- રૂા.૪૮.૪૪ લાખનાં MOU સાઈન કરવામાં આવ્યાં હતા. નર્મદા જિલ્લામાં આરોગ્યલક્ષી જન સુખાકારી માટે સાઈન થયેલા MOU થકી રાજપીપલા સિવિલ હોસ્પિટલ, ગરૂડેશ્વર એસડીએસ હોસ્પિટલ અને દેડીયાપાડાની એસડીએચ હોસ્પિટલમાં વિવિધ અત્યાધુનિક સાધનોની ખરીદી કરવામાં આવશે. જેમાં ખાસ કરીને નર્મદા જિલ્લાનાં હેલ્થ સેકટરને ઓપરેટીંગ ટેબલ, ECG મશીન, ફુલ્લી બાયો કેમેસ્ટ્રી અનેલાઈઝર, ડીપ ફ્રીઝ, ડેન્ટલ એક્સ-રે, ઓર્થોપેડિક ડ્રીલ મશીન, બેબી વર્માર, એનેસ્થેસિયા મશીન વગેરે જેવા અધ્યતન આરોગ્ય વિષયક સાધનોની સુવિધા ઉપલબ્ધ થઇ શકશે. જેના થકી હવે જિલ્લામાં આરોગ્યની સુવિધાઓ વધુ નક્કર બનશે. માત્ર એટલું જ નહીં પણ કેટલાંક રિપોર્ટ કરાવવા માટેના સાધનો જે અત્યારસુધી ઉપલબ્ધ નહોતા તેની ખરીદી કરવામાં આવશે જેથી ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જઈને કરાવવી પડતી મોંઘી સારવાર સરકારી હોસ્પિટલમાંથી જ નિઃશુલ્ક ઉપલ્બધ થશે. તેના થકી ગરીબ પરિવારના લોકોનો સમય અને નાણાં બંન્નેની બચત પણ થશે. લોકોને ઘર આંગણે જ ઓરોગ્યલક્ષી ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થશે. આ અંગે માધ્યમો સાથેના સંવાદમાં ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ-કાકરાપાર (NPCIL) ના CSR ચેરમેનએન.જે. કેવટે જણાવ્યું હતું કે, કાકરાપારના અણું જ મથકની CSR એક્ટિવિટી હેઠળ અમે લોકઉપયોગી અને શિક્ષણ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રકચરને લગતા અનેક કામો કરી રહ્યાં છીએ.

આ સાધનો ખરીદવા માટે CSR એક્ટિવિટી અંતર્ગત રૂપિયા ૪૮.૪૪ લાખનું ભંડોળ નર્મદા જિલ્લામાં આપવા માટે નક્કી કરાતા તેના માટેના MOU કરવામાં આવ્યાં છે. આ રકમ આગામી સમયમાં રાજપીપલા, ગરૂડેશ્વર અને દેડીયાપાડાની હોસ્પિટલોમાં મેડિકલ ઈક્વિપમેન્ટની ખરીદી અર્થે ફાળવવામાં આવશે. આગામી સમયમાં આરોગ્યની સુવિધા માટેના સાધનોની ખરીદી કરવામાં આવશે. આ સાધનો રાજપીપલા, ગરૂડેશ્વર અને દેડીયાપાડાની હોસ્પિટલને ફાળવવામાં આવશે જેથી અંતરિયાળ વિસ્તારના લોકોને સુવિધા પુરી પાડવામાં સરળતા રહેશે. લોકોના નાણાં અને સમય બંનેની બચત પણ થશે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati