DEEPAK JAGTAP (RAJPIPLA )
NARMADA
………………………………
લઠ્ઠાકાંડના વિરોધમા રાજપીપલા ખાતે નર્મદા યુથ કોંગ્રેસ દ્વારા પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો
ગૃહમંત્રી નું રાજીનામા ની માંગ કરી હતી
તમામ દોષી ને કડક સજા આપવા ની માંગણી કરી છે
રાજપીપલા, તા.28
ગુજરાત ના બોટાદ જિલ્લા મા થયેલ લઠ્ઠાકાંડ પ્રકરણે સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.જેનાં વિરોધમા નર્મદા યુથ કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા ભાજપ સરકારના વિરોધમાં નર્મદા કોંગ્રેસે પૂતળાદહન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા યુથ પ્રમુખ અજય વસાવા તથા વિધાનસભા પ્રમુખ ડો . નિતેશ તડવીની આગેવાની મા રાજપીપલા સફેદ ટાવર પાસે પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો અને ગૃહમંત્રી નું રાજીનામાની માંગ કરી હતી.તેમજ દુઃખી પરિવારો ને યુથ કૉંગ્રેસ દ્વારા સાંત્વના પાઠવવામા આવીહતી અને યોગ્ય વળતર આપવા તથા તમામ દોષી ને કડક સજા આપવા ની માંગણી કરીહતી.
જેમાં નર્મદા યુથ કૉંગ્રેસ તથા નાંદોદ વિધાનસભા યુથ કૉંગ્રેસ ના તમામ હોદ્દેદાર હાજર રહ્યાહતા.
રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા