ગુજરાતમાં લઠ્ઠાકાંડ પ્રકરણ પકડાયા પછી નર્મદા પોલીસ દોડતી થઈ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ગુજરાતમાં લઠ્ઠાકાંડ પ્રકરણ પકડાયા પછી નર્મદા પોલીસ દોડતી થઈ

નર્મદા જિલ્લાના પાંચેય તાલુકામાં ધમધમતી દેશી ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા

આઠ જેટલી દેશી દારૂની ભઠ્ઠીઓ પકડાઇ

અને 20 જગ્યાએથી દેશી દારૂ તથા સેકડો લિટર વોશનો મુદ્દામાલ પકડાયો

નર્મદા જિલ્લાના ખેતરો, કોતરોમાં ગેરકાયદેસર રીતે ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ અત્યાર સુધી પકડાતી કેમ નહોતી?

રાજપીપળા તા.28

ગુજરાતમાં લઠ્ઠાકાંડ નું પ્રકરણ હવે ભારે જોર પકડી રહ્યું છે. ત્યારેએક તરફ વિરોધ પક્ષ દારૂ બંધી અને ઝેરી લઠ્ઠાકાંડ સામે વિરોધ કરી રહી છે ત્યારે તેનો ખાસ વિરોધ કરી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.જેને પગલે નર્મદા પોલીસપણ દોડતી થઈ જવા પામી છે. છેલ્લા બે ત્રણ દિવસથી નર્મદા પોલીસ દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ પાડીને સપાટો બોલાવી રહી છે.ગઈકાલે એક જ દિવસમાં 24 કલાકમાં આઠ જેટલી દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પકડીછે અને ત્યાંથી દેશી દારૂ અને ગરમવોશ તથા દારૂ બનાવવાના સામાનનો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે. બુટલેગરો ભૂગર્ભ માં ચાલ્યા ગયા છે.તો બીજી તરફ નર્મદા જિલ્લાના પાંચેય તાલુકામાં 20જેટલાં ગામોમાંથી દેશી દારૂનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો છે.
જે દેશી દારૂની ભઠ્ઠીઓ પકડવામાં આવી છે તેમાં ડેડીયાપાડા તાલુકાનું ખોખરા ઉંમર,ગરુડેશ્વર તાલુકાના અકતેશ્વર,ખડગદા,આમદલા તિલકવાડા તાલુકાનું જેતપુર,પીછીપુરા,સાગબારા તાલુકાનું પાનખલ્લા વગેરે ગામોમાં દેશી દારૂની ભટ્ટી પર રેડ પડી દેશી દારૂ અને વોશતથા તગારા,વાસના ભૂંગળા, નળીઓ, કેન વગેરેમુદ્દામાલ જતો ઝડપી પાડ્યો છે.

આનો મતલબ એ થયો કે નર્મદા જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લા ઘણા વખતથીબેરોકટોક દેશી દારૂની ભટ્ટીઓધમધમતી હતી. કોની રહેમ નજરથી?એ ચર્ચાનો વિષય બન્યો છે

આ ગેરકાયદેસર ભઠ્ઠીઓસત્વરે કાયમી ધોરણેપોલીસ બંધ કરાવે એવી જનતાની માંગ છે
કારણકે આ ભઠ્ઠીઓમાં ગેરકાયદેસર રીતે બનાવતો દેશી દારૂ લઠ્ઠાકાંડનો ભોગ ના બને અને નિર્દોષ લોકોનો ભોગ ના લેવાય તે ચકાસવાની પણ લોકોએ માં કરી છે

ફાઈલ તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati