ગોંડલમાં ગૌકણી નદી કાંઠે આવેલ ભીમનાથ મહાદેવ મંદિરની અલૌકિક,ચમત્કારી શક્તિ એટલે ભીમનાથ શિવ મંદિર.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

*ૐ નમઃ શિવાય*

*આજે તા-29/07/2022 શ્રાવણ માસનો પ્રથમ પવિત્ર દિવસ હોય એટલે શિવ મહાત્મય તો ન જ ભુલાય.*

સૌરાષ્ટ્રના ગોંડલના ક્ષત્રિય ભાગવતસિંહજી રાજાનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે.તેનાં કરતાં પણ ગોંડલમાં ગૌકણી નદી કાંઠે આવેલ ભીમનાથ મહાદેવ મંદિરની અલૌકિક,ચમત્કારી શક્તિ એટલે ભીમનાથ શિવ મંદિર.

ભારતવર્ષમાં,ઇતિહાસમાં 4000 હજાર વર્ષથી પણ જૂનું આ શિવ,મહાદેવ મંદિરને નવનાગ મંદિર તરીકે પણ ઓળખાય છે. અહી નવનાગની પણ સ્થાપના સાથે અલગ અલગ જગ્યાએ નવ હનુમાન મંદિર પણ આવેલાં છે.

જેને કુંડળીમાં કાલસર્પ દોષ હોય,કામો થતાં કે ધારેલી સફળતા ન મળતી હોય તેઓ અહી નવનાગની શ્રધ્ધા પૂર્વક પૂજા કરતાં અટકેલા,ન થતાં કામો પણ થઈ જાય છે.તે ગોંડલના રાજાની આસ્થા સાથે વિશ્વાસ અને આરાધનાનું જીવંત ઉદાહરણ રૂપ છે.

આ ભીમનાથ મહાદેવ મંદિરનાં મહંતનો પણ ઇતિહાસ રહ્યો છે. આ મંદિરની સેવપૂજા,દેખરેખ રાખતી 19મી પેઢી ચાલી આવી છે.

મુઘલોનાં સમયની વાત કરીએ તો અહી ઘોરી(મુસલમનો)નું સામ્રાજ્ય હતું.પરંતુ,ગોંડલનાં આ મહમંદ ઘોરી રાજાને હરાવવું ખૂબ મુશ્કેલ હોય અને આજુબાજુ ક્ષત્રિયના રજવાડા હોય તે સમયે ક્ષત્રિય ભાગવતસિંહજી રાજાએ વિચાર કર્યો.ગોંડલ ઉપર ચડાઈ કરી રજવાડું બનાવવું છે. તે અર્થે ગોંડલ આવ્યાં.આ ભીમનાથ મહાદેવનાં મંદિરની પૂજા અર્ચના કરતાં શ્રી ઘનશ્યાગીરી બાપુને મળતાં તેમને આ ભીમનાથ મહાદેવની આરાધના કરવાં કહ્યુ અને ઘણો સમય વિતતા ક્ષત્રિય રાજાને મળેલી અલૌકિક શક્તિ કહો કે મહાદેવનો ચમત્કાર ગોંડલ ઉપર ચડાઈ કરી અને જીત હાંસલ કરી ઘોરી રાજાને હરાવ્યાં હતાં.

આ ગોંડલના ભીમનાથ મંદિરની માહિતી આવતાં અઠવાડીએ…….

જયપાલ ગીરીનાં મુખેથી ભીમનાથ મંદિરની ઝાંખી.

પ્રશાંત ભટ્ટ.

કચ્છ.

TejGujarati