જ્યાં સુધી આપની પાસે પ્રશ્નો છે આપ સ્વસ્થ નથી.

ધાર્મિક
પ્રશ્નોની ચાર ભૂમિકા છે:અજ્ઞાનતા,મૂઢતા,અહંકાર અને બોધ.
સદગુરુ સદગ્રંથનું હાલતું ચાલતું રૂપ છે.
કિતાબ-પુસ્તક શિક્ષા આપે છે,શાસ્ત્ર દીક્ષા આપે છે અને સદગ્રંથ પ્રેમની ભિક્ષા આપે છે.
કોઈપણ ગ્રંથ જ્યાં સુધી સદગ્રંથ નથી ત્યાં સુધી એક ગ્રંથિઓ ઊભી કરશે.
આજના વિશ્વને શિક્ષા અને દીક્ષાથી પણ વધારે જરૂર પ્યારની ભિક્ષાની છે.
મંત્રવિદ્યા,તંત્રવિદ્યા અને બીજી અનેક વિદ્યાની પાવનભૂમિ અને એની માટીને પ્રણામ કરીને પાંચમા દિવસની કથામાં બાપુએ કહ્યું કે રોજ નવી-નવી જીજ્ઞાસાઓ આવતી રહે છે. કોઈપણ જિજ્ઞાસા ચાર પ્રકારની હોય છે.ભરદ્વાજ ઋષિ યાજ્ઞવલ્કને પૂછે છે તે પહેલો પ્રકાર,ભવાનીએ શિવજીને પૂછ્યું એ બીજો પ્રકાર,ગરુડ કાગભુષંડીજીને પૂછે છે એ ત્રીજો પ્રકાર અને તુલસીજી સ્વયં પોતાના મનને પૂછે છે એ ચોથા પ્રકારની જીજ્ઞાશા છે.અને આ ચારેય ભૂમિકાઓ અલગ છે.સમય અને સમજ મુજબ એના ઉત્તરો પણ મળતા હોય છે.પ્રશ્નોની આ ચાર ભૂમિકા દેખાય છે.એક છે:અજ્ઞાનતા.ભવાની શિવને કહે છે કે હું અજ્ઞાની છું અને પોતાને અજ્ઞાની કહેવું અજ્ઞાની બતાવવું,જેવા છીએ એવા જ કહી દેવું એ આત્મનિવેદન પણ એક સાહસ છે.ભરદ્વાજજીએ યાજ્ઞવલ્કજીને પૂછ્યું એ મૂઢતાની ભૂમિકા છે,જોકે એ મૂઢ નથી પરંતુ ગૂઢ રહસ્ય જાણવા માટે મૂઢ જેવા બનીને પ્રશ્ન કરે છે.ગરુડ પ્રશ્ન પૂછે છે તે અહંકારની ભૂમિકા છે.પોતે પક્ષીરાજ છે અને કાગડાની પાસે કેમ જાઉ?પરંતુ શિવજીએ મોકલેલા છે એટલે જાય છે.અને તુલસીજીની ભૂમિકા એ બોધની ભૂમિકા છે. જ્યાં સુધી આપની પાસે પ્રશ્નો છે આપ સ્વસ્થ નથી. બાપુએ કહ્યું કે સદગુરુ સદગ્રંથનું હાલતું ચાલતું રૂપ છે.ચોપડી-પુસ્તક,ગ્રંથ અને શાસ્ત્રમાં શું અંતર છે? આકાર અને પ્રકારથી તો ભિન્ન છે જ પરંતુ કિતાબ-પુસ્તક શિક્ષા આપે છે,શાસ્ત્ર દીક્ષા આપે છે અને સદગ્રંથ પ્રેમની ભિક્ષા આપે છે.કિતાબ શિક્ષક છે,શાસ્ત્ર આચાર્ય છે અને સદગ્રંથ સદગુરુ છે. કોઈપણ ગ્રંથ જ્યાં સુધી સદગ્રંથ નથી ત્યાં સુધી એક ગ્રંથિઓ ઊભી કરશે.કિતાબો જ્યારે ઉલઝનમાં નાખે ત્યારે શાસ્ત્ર એને સુલજાવે છે શાસ્ત્ર કોઈ ઉલઝન ઊભી કરે તો ગ્રંથ એને સુલજાવે છે પરંતુ સ્વયં ગ્રંથ પણ જ્યારે ઉલઝનમાં નાખે ત્યારે શું?
આજના વિશ્વને શિક્ષા અને દીક્ષાથી પણ વધારે જરૂર પ્યારની ભિક્ષાની છે.બાપુએ કહ્યું કે રાધા સુધી પ્રેમમાર્ગમાં રીસાવું,મનાવવું,સમજાવવું આવું દેખાય છે પણ સીતાજી ક્યારેય રૂઠ્યા નથી,રિસાયા નથી નારાજ નથી થયા ગુસ્સે થયા નથી.બાપુએ જણાવ્યું કે અતિથિઓના રૂપમાં જે પણ આવે એનું સ્વાગત છે અને હું તો સૌનો સ્વીકારક છું આથી ગઝલ, નજ્મ,ગીત,કવ્વાલી,ઉપનિષદની ઋચાઓ,મીરાં, કબીર,તુલસી,સુર આ બધાને હું ગાઉં છું.બાપુએ જણાવ્યું કે કામ ક્રોધ અને લોભ સંમ્યક માત્રામાં જરૂરી પણ છે.પરંતુ ઇર્ષા,નિંદા અને દ્વૈષની કોઈ જરૂર નથી.આ ત્રણ પ્રકારના અતિથિઓ આવે તો એને રોકવા માટે શું કરવું જોઈએ? ઈર્ષાને રોકવા માટે ગુણનું ગાન-જે શંકરે કર્યું.નિંદાને રોકવા માટે ચરિત્રનું ગાન-જે કાગભુષંડીજી કરે છે અને દ્વેષ કાઢવા માટે કથાનું ગાન-જે યાજ્ઞવલ્ક્યજીએ કર્યું છે. કથા પ્રવાહમાં પાર્વતીજી રામ જન્મના હેતુઓ અને કારણ પૂછે છે. અને રામ જન્મના પાંચ કારણ,છતાં પણ ઈશ્વરને પ્રગટ થવા માટે કોઈ કાર્ય-કારણ જરૂરી નથી અને એ સંવાદ સાથે રામજન્મનું વર્ણન કરી અને સમગ્ર વિશ્વને રામ જન્મની વધાઈ સાથે આજની કથા ને વિરામ અપાયો.
TejGujarati