મલ્હાર અને પૂજા એકબીજાને માને છે પરફેક્ટ મેરેજ મટિરીયલ, આટલી ક્વોલિટીઝને ગણાવી ખાસ

મનોરંજન

 

જુલાઈ, 2022

 

મલ્હાર ઠાકર અને પૂજા જોશી એકબીજા સાથે જુદા જુદા 3 પ્રોજેક્ટમાં કામ કરી ચૂક્યા છે. ઓનસ્ક્રીન બંનેની કેમેસ્ટ્રી હિટ પણ સાબિત થઈ ચૂકી છે. ખાસ તો લૉકડાઉનના ગાળામાં શેમારૂમી પર રિલીઝ થયેલી વેબસિરીઝ ‘વાત વાતમાં’ હિટ રહી હતી. આ વેબસિરીઝમાં બંનેની કેમેસ્ટ્રીએ દર્શકોને મજા કરાવી હતી.

હવે મલ્હાર અને પૂજા બંને આ જ વેબિસરીઝની સેકન્ડ સિઝન ‘વાત વાતમાં રિટર્ન્સ’ સાથે દર્શકોને મનોરંજન કરવા શેમારૂમી પર પાછા આવી રહ્યા છે. આ વખતે બંને સ્વયમ અને પહેલ તરીકે એવા છોકરા-છોકરીનું પાત્ર ભજવી રહ્યા છે, જેમને પોતાના સંબંધોને લગ્ન સુધી પહોંચાડવા છે. ત્યારે પ્રમોશન દરમિયાન અમે બંનેને પરફેક્ટ મેરેજ મટિરીયલને લઈને સવાલ કર્યો અને જુઓ તેમણે શું જવાબ આપ્યા.

મલ્હાર ઠાકરે કૉ સ્ટાર પૂજાને પરફેક્ટ મેરેજ મટિરીયલ ગર્લ ગણાવી છે. મલ્હારે કહ્યું કે પૂજા ફેક નથી બની શક્તી, એ ખૂબ જ ઓનેસ્ટ છે. સૌથી મોટો પ્લસ પોઈન્ટ એનો એ છે કે એ બધાને સાચવી શકે છે. એક યુવતીને ઘરની વહુ બનાવતા સમયે સૌથી મોટી વાત આ જ હોય છે કે તે બધાને સાંકળી શક્શે કે નહીં અને મેં પૂજામાં એ ક્વોલિટી જોઈ છે કે એ બધાને સાથે લઈને ચાલી શકે છે. એટલે મને તો પૂજા પરફેક્ટ વાઈફ મટિરીયલ લાગે છે.

તો સામે પૂજા જોશીને પણ મલ્હારની કેટલીક ક્વોલિટીઝ ગમે છે, જેને લીધે તે મલ્હારને એક હસબન્ડ મટિરીયલ બોય ગણાવે છે. પૂજાના મતે મલ્હાર ખૂબ કેરિંગ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે, ઓનેસ્ટ છે. અને સૌથી સારી વાત એ છે કે એ બધાને કમ્ફર્ટેબલ ફીલ કરાવે છે. સેન્સ ઓફ હ્યુમર તો એની જોરદાર છે જ. એક છોકરીને હંમેશા તેને હસાવે અને કેર કરે એવા છોકરાની શોધ હોય છે. મલ્હાર પાસે આ બંને ગુણ છે.

તો રિયલ લાઈફમાં તો મલ્હાર અને પૂજા એકબીજાના પરફેક્ટ મેરેજ પાર્ટનર્સ થવાના ગુણો ગણાવે છે. પણ હવે જોવાનું એ છે કે ‘વાત વાતમાં રિટર્ન્સ’માં સ્વયમ અને પહેલની ગાડી લગ્ન સુધી પહોંચે છે કે નહીં? તો જાણવા માટે જોતા રહો શેમારૂમી ગુજરાતી.

 

TejGujarati