અમાસ ને આગલે દિવસે લીમડાચોક ખાતે દશામાંની મૂર્તિઓ ખડકવા હકડેઠઠ ભીડમેળો જામ્યો.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

DEEPAK JAGTAP (RAJPIPLA )
NARMADA
………………………………

રાજપીપલામાં અમાસ ને આગલે દિવસે લીમડાચોક ખાતે દશામાંની મૂર્તિઓ ખડકવા હકડેઠઠ ભીડમેળો જામ્યો.

ગુરુવારથી દશ દિવસ નર્મદા જિલ્લામાં શરૂ થનારુ દશામાનું વ્રત.
મૂર્તિઓ ખરીદવા માઇભક્તોની પડાપડી

રાજપીપલા, તા 27

રાજપીપલામાં અમાસ ને આગલે દિવસે લીમડાચોક ખાતે દશામાંની મૂર્તિઓ ખડકવા હકડેઠઠ ભીડ,મેળો જામ્યોહતો
સવારથી જ ગામડેથી આવેલા ભક્તો પોતાના વાહન ટેમ્પો, લારીમાકે સ્કૂટર પર ઓર્ડર આપેલી મૂર્તિઓ લઈ જતા નજરે પડતા હતા. આજે મૂર્તિઓ ખરીદી ઘરે લઈ ગયા પછી ગુરુવાર અમાસેદશામાંની મૂર્તિઓનું વિધિવત સ્થાપના કરશે

ગુરુવારથી દશ દિવસ નર્મદા જિલ્લામાં દશામાનું વ્રતશરૂ થતું હોઈ આજે મૂર્તિઓ ખરીદવા માઇભક્તોની પડાપડીથઈ હતી. લીમડાચોક ખાતે આજે મોટી સંખ્યામાં મૂર્તિઓ વેચાતા વેપારીઓની ચાંદી થઈ ગઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વ્રત પવિત્ર વ્રત હોવાથી દસ દિવસ સુધી ઘરમાં દારૂ,માંસ નિષેધ હોય છે.તેમજ ઘરવાળા પણ ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહે છે. જેને કારણે નર્મદામાં ગુનાઓનું પ્રમાણ પણ આ 10 દિવસ દરમિયાન ઘટી જશે.

રિપોર્ટ : દીપક જતાપ, રાજપીપલા

TejGujarati