ધોળા દિવસે ગામમાં રીંછની એન્ટ્રી..

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

મહેસાણા
સંજીવ રાજપૂત સાથે રાકેશ શર્મા

ધોળા દિવસે ગામમાં રીંછની એન્ટ્રી..

સતલાસણા તાલુકામાં રીંછનો આતંક વધતો જોવા મળ્યો. સતલાસણાના ભાટવાસ ગામમાં ધોળા દિવસે રીંછ ઘુસ્યું હતું. રીંછે કેબીનમાં બનેલ પાન પાર્લરમાં ઘુસી નુકશાન કર્યું. રીંછના આ વિસ્તારમાં આંટાફેરાથી લોકો ભયભીત બન્યા છે. વનવિભગ દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા લોકો ભયભીત સાથે રોષે જોવા મળી રહ્યા છે. બાળકો એકલા બહાર નીકળતા પણ ડરનો માહોલ અનુભવી રહ્યા છે. વન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કેવી રીતે રીંછ ગામમાં લટાર મારી નુકશાન પહોંચાડી રહયું છે.

TejGujarati