મોહ,સંશય,ભ્રમ-ત્રણ અણગમતા અતિથિઓને દૂર રાખવાનો એક જ ઉપાય છે:રામકથા-ભગવદકથા-હરિકથા.

ધાર્મિક

 

ત્રણ પ્રધાન વક્તાઓને ત્રણ અણગમતા અતિથિઓએ ઘેર્યા છે.

સંશય જ્યારે સ્વભાવ બને ત્યારે ખતમ કરી નાખે છે.

 

ચોથા દિવસની કથા પર બાપુએ જણાવ્યું કે કોઈ અતિથિ આપણી પાસે વગર બોલાવ્યે આવે,પુરુષ, મહાપુરુષ,વિશ્વપુરુષ,પરમપુરૂષ-ભગવાનના રૂપમાં કે બુદ્ધપુરુષ તો એ તો શુભ તત્વ છે.પણ ઘણા એવા અતિથિઓ પણ વણ બોલાવ્યા આવે છે જે સાધકને નુકસાન કરે છે.બાપુએ કહ્યું કે જ્યાં જન્મ છે ત્યાં વાસના તો છે જ પણ પ્રાગટ્ય છે એ વાસનાશૂન્ય છે. રામ પ્રગટ થયા છે એટલે ત્યાં કામ નથી અને નિર્વાશના છે.પ્રગટ થયા ત્યાં રાગ નહીં અનુરાગ છે. પ્રગટ થાય છે ત્યાં કુછ અલગ જ ઘટના ઘટે છે. ફૂલની કળી પોતાની મેળે ખુલે અને ખીલે તો વિશેષ રૂપમાં પ્રગટે છે અને માનસમાં પ્રગટ શબ્દ છે ત્યાં વિશેષ સંકેત મળે છે.છાંદોગ્ય ઉપનિષદનો એક મંત્ર છે:

યદાવૈ બલિ ભવતિ અથ ઉત્થાતા ભવતિ ઉતિષ્ઠાન પરિચરિતા ભવતિ પરિચરન ઉપસતા ભવતિ ઉપસિદં દ્રષ્ટા ભવતિ શ્રોતા ભવતિ મંતા ભવતિ બુધ્ધા ભવતિ વિજ્ઞાતા ભવતિ

જેનો અર્થ છે કે આત્મબળ અને બુદ્ધિબળથી સમૃદ્ધ હોય એવા અતિથિઓનું સ્વાગત છે.અહીં શરીર બળની વાત નથી કરી.આવો કોઈ અતિથિ આવે તો ઊભા થઈ તેનું સ્વાગત કરવું,લૌકિક અને અલૌકિક અતિથી માટેનો આ માર્ગદર્શક મંત્ર છે.ઊભા થયા બાદ પરિચય લેવો,પરિચય પછી એની પાસે બેસવું, અને પ્યાર ભરી આંખોથી દર્શન કરવું અને જે કંઈ બોલે એ શ્રોતા બની અને સાંભળવું,એના બોલવા પર મનન કરવું આટલું કરવાથી બોધનું પ્રાગટ્ય થશે અને બુદ્ધતા આવે એ પછી પણ રોકાવુ નહીં એને વિજ્ઞાન અનુભવ પર ખરું ઉતારવું.આપણે ત્યાં એક અતિથી છે:સંશય-શંકા.તુલસીજીએ ઘણા દુર્ગુણોને સાપની સાથે જોડેલા છે આપણે ત્યાં બે વ્યક્તિત્વ એવા છે જે સાપ સાથે જોડાયેલા છે: એક વ્યક્તિ સાપ ઉપર વિશ્રામ લે છે એ છે ભુજંગશયનં નારાયણ વિષ્ણુ અને એક સાપને જ આભૂષણ બનાવે છે-ભગવાન શિવ.સંશય ચિત્ત ભ્રમ પેદા કરે છે બધું જ ઊલટું સુલટુ દેખાય છે.એક અતિથી છે મોહ અને એક અતિથી જે ભ્રમ.ત્રણ મહત્વના વક્તાઓ-પાર્વતી ભારદ્વાજ અને ગરુડને આ ત્રણેય પ્રકારના અતિથિનો અનુભવ છે.પાર્વતીને મોહ,ભ્રમ અને સંશય છે.ભરદ્વાજને પણ સંશય અને ભ્રમ થાય છે ગરુડ પણ મોહ સંશય અને ભ્રમથી ગ્રસિત છે. સંશય જ્યારે સ્વભાવ બને ત્યારે ખતમ કરી નાખે છે. સંશય પ્રકૃતિ બને તો બધા જ પર સંશય કરે પોતાના પર,મા બાપ પર અરે ગુરુ પર પણ સંસય કરે છે. વિશ્વાસ કરવો મુશ્કેલ છે સંદેહ જલ્દી થઈ જાય છે. માનસ એક દાર્શનિક ગ્રંથ વૈચારિક ગ્રંથ છે માત્ર સાહિત્ય ગ્રંથ નથી.સંશય,ભ્રમ અને મોહ આ ત્રણેયથી મુક્ત થવું હોય તો એકમાત્ર ઉપાય છે:રામકથા-ભગવદકથા-હરિકથા.

પારસ કે પ્રતાપસે કંચન ભઈ તલવાર;

તીન અવગુણ મીટે નહીં ધાર માર આકાર

જ્ઞાન હથોડા ઓર સદગુરુ મિલે સુનાર તો …

આ ત્રણેય અતિથિઓનો નાસી જાય છે ભરદ્વાજ કહે છે:

નાથ એક સંસય બડ મોરે

કરગત બેદ તત્વ સબુ તોરે.

જેસે મીટે મોહ ભ્રમભારી

કહઉં સો કથા નાથ વિસ્તારી.

અસ બિચારી પ્રગટેઉં નીજ મોહા

હરહુ નાથ કરિ જન પર છોહા.

બાલ લીલામાં ભસુંડીને,વનલીલામાં સતીને,યુદ્ધ લીલામાં ગરુડને અને રાજલીલામાં વસિષ્ઠને સંદેહ થયો છે.પરમાત્માની લીલા મોહિત કરનારી છે સતી કહે છે:

અજહું કછું સંશય મન મોરે

કરહું કૃપા બિનવઉં કર જોરે

શશીભૂષણ અસ હૃદય બિચારી

હરહુ નાથ મમ ભ્રમ ભારી.

અને ગરુડ કહે છે:

દેખી ચરિત અતિ નર તનું ધારી

ભયઉં હૃદય મમ સંશય ભારી.

ત્રણે પ્રધાન શ્રોતાઓને સંસય મોહ અને ભ્રમ થાય છે અને એક જ ઉપાય-હરીકથા છે.

કથા પ્રવાહમાં શિવ અને પાર્વતીની કથા પ્રસંગનો સંવાદ વિસ્તારથી કરી આજની કથા અને વિરામ અપાયો.

TejGujarati