એચ.એ.કોલેજમાં સાયબર ક્રાઈમ જાગૃતિ અભિયાન યોજાઈ ગયો.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. વિભાગ ધ્વારા સાયબર ક્રાઈમ જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે આજના ડીજીટલ યુગમાં ઈન્ટરનેટનો ઉપયોગ આર્થીક,સામાજીક તથા બીઝનેશ કરવા માટે કરવામાં આવે છે. વિશ્વમાં લગભગ મોટી સંખ્યામાં લોકો ઈન્ટરનેટ સાથે સંકળાયેલા છે. ભવીષ્યમાં સાયબર ક્રાઈમ ગુનાઓ વધે તેવી પૂરી શક્યતા છે. આજના યુવાનોને પૂરતી કાનુની માહિતી ના હોવાના કારણે સાયબર ક્રાઈમના ગુનાઓમાં સંડોવાઈ જાય છે જેનાથી પોતાનું ભવીષ્ય અંધકારમય થઇ જાય છે. પ્રિન્સીપાલ વકીલે વધુમાં કહ્યું હતુ કે મોબાઈલ ઉપર થતા તમામ આર્થીક વહેવારોમાં તેનો પાસવર્ડ તથા ઓટીપી ખુબજ ખાનગી રીતે તેનો રેકોર્ડ રાખવો જરૂરી છે. ઘણીવાર ફ્રોડ કોલ ધ્વારા તમારી વ્યક્તીગત માહિતી માંગવામાં આવે છે જેનાથી તમારી બેંકના ખાતામાંથી રકમ ડેબીટ થઇ જાય છે અને આ રીતે તમો તેનો ભોગ બનો છો. આ કાર્યક્રમમાં કોલેજના પ્રા.ચેતન મેવાડા તથા પ્રા.ચૌધરીએ સાયબર ક્રાઈમ જાગૃતિ સંદર્ભે પ્રાથમિક માહિતી આપી હતી. કોલેજના એન.એસ.એસ વિભાગના ઘણી મોટી સંખ્યામાં શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો.

TejGujarati