ફાતિમા ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણ માટે FBS AWARD 2022 નું આયોજન

સમાચાર

 

 

મહિલા વિકાસ અને મહિલા સશક્તિકરણ ના મુદ્દા પર જુદી જુદી સંસ્થાઓ દ્વારા અનેક પ્રકારના સમારંભ યોજવામાં આવે છે, ત્યારે અમદાવાદ માં ફાતિમા ફાઉન્ડેશન દ્વારા તારીખ ૧૫ જુલાઈ ના રોજ વર્કિંગ વુમન ના સમ્માન માં ફાતિમા બિઝનેસ સમિટ નામ થી FBS વુમન એન્ટ્રેપ્રેન્યોર એવોર્ડ ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં અલગ અલગ પ્રોફેશન ની ૩૫ થી વધુ મહિલા ને FBS એવોર્ડ થી સમ્માનિત કરવામાં આવી હતી, આ સમારંભ ના આયોજક મોહસીન ખલીફા એ જણાવ્યું હતું કે ફાતિમા ફાઉન્ડેશન એ મહિલા વિકાસ અને મહિલા સશક્તિકરણ માટે કામ કરતી સંસ્થા છે, જે ખાસ કરીને વર્કિંગ વુમન માટે તેમના કામકાજ ને લગતી જરૂરીયાત ની સુવિધા પૂરી પાડવાનું કામ કરે છે, FBS વુમન એન્ટ્રેપ્રેન્યોર એવોર્ડ દ્વાર અમે મહિલા ઓ ને તેમના કામ માટે સમાજ માં સમ્માન મળે તે હેતુ થી FBS એવોર્ડ થી સમ્માનિત કરવામાં આવી છે, આગળ પણ અમે મહિલા વિકાસ અને મહિલા સશક્તિકરણ માટે આવા સમારંભ નું આયોજન કરવાનું કાર્ય કરીશું. સાથે જ જણાવાનું કે FBS AWARD ૨૦૨૨ માં શમા સ્કૂલ શાહપુર ની વિદ્યાર્થિનીઓ દ્વાર માતા પિતા ની એહેમિયત વિશે એક ખાસ પ્રકાર નું બાળ નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતુ, આ વિશેષ પ્રકારના સમારંભ માં અલ ઝિદાન ગ્રુપ, મોતી મહલ ગ્રુપ, વોવપડ, JB જ્વેલ્સ, મુમતાઝ મસાલા, ઝહીર એન્જિનિયરિંગ, 1 માર્ટ મોલ, NRI Ice cream, B’creamy, તેમજ પરિસીમા, તનવીર, મીન્ટકીડ્સ, અનમોલ જેવા ફેશન શો રૂમ ઓનર્સ એ પણ તેમનો સહયોગ આપ્યો હતો, આ ભગીરથ પ્રયાસ ની અભૂતપૂર્વ સફળતા થી આવનારા વરસ ૨૦૨૩ માં ફાતિમા ફાઉન્ડેશન દ્વારા મોટા પાયે FBS એવોર્ડ ૨૦૨૩ નું આયોજન કરવામાં આવશે.

TejGujarati