પાંખો વિનાના પંખીની હું પાંખ થઇ શકું! હું સંતના મુખેથી સદા વ્યક્ત થાઉં બસ! – ડો. દક્ષા જોશી. અમદાવાદ.

ઓટોમોબાઇલ ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

“એષણા”

એષણા એવી મને કે

ગમતી ગઝલનો એક જ

હું શબ્દ થાઉં બસ!

દુઃખી હ્રદયનું સ્મિત

કદી ફક્ત થાઉં બસ!

પાંખો વિનાના પંખીની

હું પાંખ થઇ શકું!

હું સંતના મુખેથી

સદા વ્યક્ત થાઉં બસ!

જીવન તણો કંઇક

પછીથી અર્થ તો સરે,

હૈયા મિલાવી જાય

હું એ શખ્સ થાઉં બસ!

શત્રુના હૈયે સ્નેહની

સાંકળ બની શકું,

હું પ્રેમના આ દેવની

જો ભક્ત થાઉં બસ!

કોઇ અજાણ યાત્રીનો

રસ્તો જો થઇ શકું

લોકોને કાજ સહેજ

હવે વ્યસ્ત થાઉં બસ!!

રિયાઝ વગર ગઝલ

અટકી જાય છે,

મૌસમ વિના વરસાદ

વરસી જાય છે!

રણમાં જળ ફરીને

તરું વાવે અને,

મૃગો તળાવો જોઇ

તરસી જાય છે!

થાતો નથી આંકો

કવનમાં કલમથી,

આ કાફિયો દમવગર

ફસકી જાય છે!

દમદાર ભાષાના અભાવે

કવિ ડરે,

પ્રાસો મહીં કવિતા

સરકતી જાય છે!

ડરતી હતી હું કલમને કંડારતા,

મદમસ્ત ચાલે

કલમ નિખરી જાય છે!

શબ્દો કહે ના વાત

દિલની સચ્ચાઇની,

કવિ પણ કરે શું!

ભાવિ લટકી જાય છે!!

ડો. દક્ષા જોશી

અમદાવાદ

ગુજરાત.

TejGujarati