સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે આવેલ દર્દી કા તો મોતને ભેટે છે કાંતો રીફર કરી દેવાય છે!?

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

રાજપીપલા સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે આવેલ દર્દી કા તો મોતને ભેટે છે કાંતો રીફર કરી દેવાય છે!?

ડેડીયાપાડાના કેન્સરના દર્દી ને રાજપીપલા સિવિલમાં લાવતાવડોદરા રીફર કરતા રસ્તામાં દર્દીનું મોત નીપજ્યું.

રાજપીપલા સિવિલમાં દર્દીને બચાવવાં પૂરતા આધુનિક સાધનો સ્ટાફ ના અભાવે દર્દી રામ ભરોસે

રાજપીપલા, તા.24

રાજપીપલા સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે પૂરતી સુવિધાઓ અને પૂરતો સ્ટાફ ન હોવાથી સારવાર માટે આવતા આવેલ દર્દીઓ કા તો મોતને ભેટે છે કાંતો રીફર કરી દેવાય છે!?રાજપીપલા સિવિલ હોસ્પિટલ યોગ્ય સુવિધાના અભાવે ખૂદ બીમાર છે એને ઈલાજની જરૂર છે.તાજેતરમાં ડેડીયાપાડાના કેન્સરના દર્દી ને રાજપીપલા સિવિલમાં લાવતા તેને વડોદરા રીફર કરતા રસ્તામાંજ દર્દીનું મોત નીપજ્યું હતું.રાજપીપલા સિવિલમાં દર્દીને બચાવવાં પૂરતા આધુનિક સાધનો સ્ટાફ ના અભાવે દર્દી રામ ભરોસે સારવાર લઈ રહ્યા છે!

બનાવની વિગત અનુસાર
મરનાર સામસીંગભાઇ પાચીયાભાઇ વસાવા( ઉ.વ.૪ર રહે-મોસ્કુવા તા-
દેડીયાપાડા જી-નર્મદા )નુ અઠવાડીયા પહેલા ગોરજ મુની આશ્રામ ખાતે કેન્સરનુ ઓપરેશન કરેલ હોય
અને મરનારને તા.૨૩/૦૭/૨૨ ના સવારે નવેક વાગેના સુમારે પોતાના ધરે શ્વાસ લેવામા
તકલીફ થવાથી સારવાર માટે દેડીયાપાડા સરકારી દવાખાનામા લઇ આવેલ. અને ત્યાથી વધુ સારવાર માટે
રાજપીપલા સરકારી દવાખાનામા રીફર કરેલ.તેઓને ૧૦૮ મા તેમના પત્ની સરસ્વતીબેન સારવાર
માટે લાવેલ.મરનારની હાલત ગંભીર જણાતા સારવાર આપી વધુ સારવાર માટે તેઓને વડોદરા
એસ.એસ.જી હોસ્પીટલ ખાતે રીફર કરેલ. પણ તેઓને વડોદરા લઇ જતા રસ્તામા સેગવા ચોકડી પાસે સાડા બાર
વાગે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું.જેથી તેઓને પરત જનરલ હોસ્પીટલ રાજપીપલા ખાતે લાવેલ. અને મુતદેહપી.એમ રૂમમા મોકલતા આ અંગે ડેડીયાપાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati