બાહ્ય દુશ્મનોને તો પળમાં મારે સૈનિકો પણ ગૃહયુદ્ધમાં સડતો સ્વદેશ તકલીફ આપે છે – મિતલ ખેતાણી.રાજકોટ.

ગુજરાત ભારત સમાચાર

મિત્રોનો છૂપો દ્વેષ તકલીફ આપે છે

દુશ્મનો તો માત્ર લેશ જ તકલીફ આપે છે

મિત્રોનો છૂપો દ્વેષ તકલીફ આપે છે

ભક્ત ને મારવો એ ભગવાનનું પણ ક્યાં છે ગજું

ભીષ્મને શિખંડીનો વેશ તકલીફ આપે છે

માઁ ને તો વણજોઇતું બાળ હોય છે વધું વ્હાલું

જગને જ પાડો જણતી ભેંસ તકલીફ આપે છે

ગાંધી હવે જન્મે તો ઉપાડે એ ય બંદૂક જ

નામે ચરનારો ખાદી પહેરવેશ તકલીફ આપે છે

વિશાળ જગ માં સૌ માટે છે સ્થાન,માન,ખાનપાન

ટોચે એકલાં જ રહેવાની રેસ તકલીફ આપે છે

બાહ્ય દુશ્મનોને તો પળમાં મારે સૈનિકો પણ

ગૃહયુદ્ધમાં સડતો સ્વદેશ તકલીફ આપે છે

-મિતલ ખેતાણી(રાજકોટ,મો.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’માં થી

TejGujarati