નર્મદા ડેમની સપાટી ૧૨૩.૪૦ મીટરે પહોંચી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદામાં ડેડીયાપાડા માં 2ઇંચ, નાંદોદ, સાગબારા માં 1.5ઇંચ,ગરુડેશ્વર માં એક ઇંચ વરસાદ

નર્મદા ડેમની સપાટી ૧૨૩.૪૦ મીટરે પહોંચી

નર્મદા જિલ્લામા સુઘી સરેરાશ કુલ૧૧૨૩ મિ.મિ.વરસાદ નોંધાયો રાજપીપલા, તા.23

નર્મદા જિલ્લામાંબીજા રાઉન્ડ માં ફરી વરસાદની હેલી વરસી છે. જિલ્લામાં સરેરાશ 1થી 2ઇંચ વરસાદ થઈ રહ્યો છે.જેમાં નર્મદાના ડેડીયાપાડા માં 2ઇંચ, નાંદોદ, સાગબારા માં 1.5ઇંચ,ગરુડેશ્વર માં એક ઇંચઅને તિલકવાડામાં પોણો ઇંચ વરસાદ થયો છે.

સૌથી વધુ દેડીયાપાડા તાલુકામાં-૪૭ મિ.મિ. અને સૌથી ઓછો તિલકવાડા તાલુકામાં-૨૦ મિ.મિ. વરસાદ નોંધાયો છે. તદઉપરાંત નાંદોદ તાલુકામાં-૩૫ મિ.મિ., સાગબારા તાલુકમાં-૩૦ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં-૨૭ મિ.મિ. વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ-૧૧૨૩ મિ.મિ. વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૪૨૩ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાના સ્થાને રહ્યો છે. જ્યારે તિલકવાડા તાલુકો -૧૧૬૫ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, સાગબારા તાલુકો-૧૧૦૦ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૯૬૬ મિ.મિ.સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૯૬૦ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૨૩.૪૦ મીટર, કરજણ ડેમ-૧૦૬.૭૦ મીટર, નાના કાકડીઆંબા ડેમ-૧૮૭.૧૦ મીટર અને ચોપડવાવ ડેમ-૧૮૭.૪૩ મીટરની સપાટીએ છે. નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૬.૨૨ મીટરની સપાટીએ હોવાના અહેવાલછે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati