કર્મચારીઓ હાથમોજા પહેર્યા વગર જ ડીટીટી પાઉડરનો છંટકાવ કરી રહ્યા છે!?

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

લ્યો, કરો વાત,
રાજપીપલા નગરપાલિકાના કર્મચારીઓ હાથમોજા પહેર્યા વગર જ ડીટીટી પાઉડરનો છંટકાવ કરી રહ્યા છે!?

ડીટીટી પાઉડર ઝેરી હોવાથી સફાઈ કર્મચારીઓના આરોગ્યની સલામતી કેટલી?

પાવડર છાંટતી વખતે પાવડર ઉડે ત્યારે ઝેરી પાવડર આંખમાં અને નાકમાં પણ જઈ શકે છે.

રાજપીપળા નગરપાલિકાના 80 રોજમદાર અને 16 કાયમી સફાઈ કામદારો સાથે આરોગ્ય કરાતી મજાક મશ્કરી
મચ્છર જન્ય રોગો – વાયરલ બિમારીઓથી નગરજનોને સુરક્ષિત રાખવા ઠેર ઠેર માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં મોજા વગર જ દવાનો કરાઇ રહેલો છંટકાવ

રાજપીપળા તા, 23

નર્મદા જિલ્લામાં તાજેતરમાં જ થયેલા ભારે વરસાદના કારણે રાજપીપલા શહેરના કેટલાંક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો નગર પાલિકા દ્વારા પાણીનો સત્વરે નિકાલ કરી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પાલિકા વિસ્તારમાં આવતા તમામ-૭ વોર્ડમાં
સફાઈ અભિયાન હાથ ધરાયું છે.મચ્છર જન્ય રોગો – વાયરલ બિમારીઓથી નગરજનોને સુરક્ષિત રાખવા ઠેર ઠેર માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં દવાનો છંટકાવસફાઈ કામદારો હાથ મોજા કે ગમ બુટ પહેર્યા વગર જ ઝેરી દવાનો છંટકાવ કરી રહ્યા છે. એનાથી આમ જનતા માં અને સફાઈ કર્મચારીઓ માં આશ્ચર્ય ફેલાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપલા શહેરના વિવિધ રહેણાંક વિસ્તારો તેમજ જાહેર રસ્તાઓ ઉપર

વરસાદી સિઝનમાં કોઈ જગ્યાએ પાણીનો ભરાવો થયો હોય તો તે સ્થળને ચોખ્ખું કરી ડીટીટી પાઉડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
પણ ખાટલે મોટી ખોડ એ છે રાજપીપળા નગરપાલિકાના આ સફાઈ કામદારો તગારામાં ઝેરી ડીડીટી પાવડર હાથમાં લઈને મોજા પહેર્યા વગર જ છાંટી રહ્યા છે! એટલું જ નહીં આ પાવડર છાટે ત્યારે આ પાવડર આંખમાં અને નાકમાં પણ ઉડી શકે છે.ત્યારે એમણે કોઈ માસ્ક પહેર્યા નથી!
કામદારો ગટરમાં ઉતરીને કે ગંદકીમાં કામ કરવાનું હોય અમને કાચ વાગે કે કોઈ ઝેરી જનાવર કરડે ત્યારે એમને ગમબુટ પણ આપવામાં આવતા નથી.
પાવડર ઝેરી પાવડર હોવાથી હાથમોજા વગરદવા છાંટવામાં આવે ત્યારે સફાઈ કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે ખતરો ઊભો થાય એમ છે.
ત્યારે નગરપાલિકાના સત્તાધીશો આ સફાઈ કામદારોને હાથ મોજા, ગમ બુટ, માસ્ક કે હાથ પગ ધોવા માટે સાબુ આપ્યા વગર જ ઝેરી દવાનો છંટકાવ કરાવીકામ કરાવી રહ્યા છે. જે ખરેખર કામદારોના આરોગ્ય માટે ખતરા સમાન છે
એટલું જ નહીં ઝેરી પાવડર છાંટ્યા પછી હાથ ધોવા માટે સાબુની જરૂર પડે છેતેમને સાબુ પણ આપવામાં આવતો નથી.
સફાઈ કામદારોએ જણાવ્યું હતું કે આજ દિન સુધી અમને
હાથ મોજા,ગમબુટ કે સાબુ મળ્યા નથી જેઅમને મળવા જોઈએ.
ત્યારે નગરપાલિકાના સત્તાધીશોની અક્ષમ્ય બેદરકારી સામે આવી છે.
આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા કલેકટર પણ ધ્યાન આપેઅને જરૂરી કાર્યવાહી માટે કડક સૂચના આપે એવી પ્રજાની અને કર્મીઓની પણ માંગ છે.
ખાટલે મોટી ખોડ એ છે કે સમગ્ર નગરના સ્વાસ્થ્યને ધ્યાન રાખતા નગરપાલિકાના કર્મચારીઓજે સૌના હાથ પગ ગણાય છે એવા 80રોજમદાર અને 16કાયમી સફાઈ કામદારો ના સ્વાસ્થ્યને ધ્યાનમાંકોઈ કેમ રાખતું નથી? તજે નગરપાલિકાતંત્ર માટે શરમજનક વાત કહેવાય.
રાજપીપળા નગરપાલિકાના સત્તાધીશોચોમાસામાં રોગચાળો ફાટી ન નીકળેહાથમોજા,ગમબુટ અને સાબુ સત્વરે આપે એવી કર્મચારીઓની માંગ છે.

તસવીર :દીપક જગતાપ,રાજપીપલા

TejGujarati