બીજા વરસાદી રાઉન્ડમાં કરજણ ડેમમાં પાણીની આવક વધતા બે ગેટ ખોલી૧૨,૦૦૭ ક્યુસેકપાણી છોડાયું

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

બીજા વરસાદી રાઉન્ડમાં
કરજણ ડેમમાં પાણીની આવક વધતા બે ગેટ ખોલી૧૨,૦૦૭ ક્યુસેકપાણી છોડાયું

કરજણ ડેમમાંથી અંદાજે ૨૧,૫૪૫ ક્યુસેક પાણીની આવક

કરજણ ડેમની સપાટી ૧૦૭.૦૯ મીટરે પહોંચી

૭૨ હજાર યુનિટનું થઇ રહેલું વિજ ઉત્પાદન

રાજપીપલા,તા 23

નર્મદા જિલ્લામાં બીજો વરસાદી રાઉન્ડ શરૂ થતાં ઉપરવાસમાં વરસાદ વધતા
કરજણ ડેમમાં પાણીની આવક વધતાડેમના બે ગેટ ખોલવામાં આવ્યા હતા. જેમાંથી
૧૨,૦૦૭ ક્યુસેકપાણી છોડાયુંછે.હાલ કરજણ ડેમમાંથી અંદાજે ૨૧,૫૪૫ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.હાલ કરજણ ડેમની સપાટી ૧૦૭.૦૯ મીટરે પહોંચીછે હાલ સ્મોલ હાઇડ્રો પ્રોજેક્ટ માથી ૭૨ હજાર યુનિટનું થઇ વિજ ઉત્પાદનથઈ રહ્યું છે

કરજણ ડેમના કાર્યપાલક ઇજનેરશ એ. એસ. ઠક્કરના જણાવ્યા અનુસાર
આજનું રુલ લેવલ જાળવવા કરજણ જળાશયમાંથી અંદાજે ૨૧,૫૪૫ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૨ દરવાજા મારફત હાલમાં ૧૨,૦૦૭ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. કરજણ જળાશયમાંથી સરેરાશ ૪૨૯ ક્યુસેક ડિસ્ચાર્જ પાણીના પ્રવાહની જાવકથી પ્રતિદિન ૭૨ હજાર યુનિટનું વિજ ઉત્પાદન થઇ રહ્યું છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati