ફાસ્ટ ફેશન અને પર્યવારણ
પેહલા કોઈ વાર તેહવાર પર ખરીદી થતી,
પછી ઓનલાઇન ખરીદી થવા લાગી,
એમાં પણ ગમે ત્યારે કોઈ કારણ વગર સેલ આવા લાગ્યા,
જેમ વિકેન્ડ સેલ, મન્થ એન્ડ સેલ, વિગેરે,
પછી ૭૦-૮૦-૯૦% સુધીના ડિસ્કાઉન્ટ આવા લાગ્યા🥱
હવે થાય છે શું?
આપણે જેટલી વાર ખરીદી કરીએ,
તેટલી વાર ડિમાન્ડ સામે પ્રોડક્શન.
પાછી ઘડિયાળના કાંટાની જેમ ફેશન બદલાય કરે,
અને દર વખતે નવો ઘડી નવો દાવ.🤩
પેહલા આપણે ફ્રેશ પ્રોડક્ટ્સની ખરીદી કરીએ,
વાપરીએ, અને પછી કબાટ ભરાઈ જાય એટલે used producstની app માં વહેચી નાખીએ.
પણ પાછું ફરીને, ફરી અને ફરી ખરીદી તો કરીએ જ!!!🙃
મન થાય ત્યારે, મોટા સેલ મળે ત્યારે, ફેશન બદલાય ત્યારે, નાના મોટા ઇવેન્ટ માટે…. ખરીદી તો કરવી જ પડે ને ભાઈ???
ડાઈ, કેમિકલ્સ, પેકિંગ, આપણા ઘર સુધી પોહચે ત્યાં સુધીનું ઇંધણ, અને ઈન્ટરનેટ ક્લાઉડ પર્યાવરણને અસર કરે…😢
આપણા દરેક એક્શનની અસર પયૉવરણ પર કેટલી થાય છે તે કોણ સમજાવશે?
ફ્રેશ વસ્તુ વેચતી એપ વાળા?
સેકન્ડ હેન્ડ વસ્તુ વેચતી એપ વાળા?
કારણ વગર આપતા મોટા મોટા સેલ વાળા?
કોણ????????🧐
કંઈ જવાબ મળે તો કહેજો.🙏
- પ્રિયંકા જોષી ભટ્ટ
૨૨/૭/૨૦૨૨