રેલ ભવન દિલ્હી ખાતે સંસદોમાં મત વિસ્તારના પ્રશ્નો ની ચર્ચા માં ભરુચના સાંસદે ભરુચ નર્મદાના પ્રશ્નોની ચર્ચા કરી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

રેલ ભવન દિલ્હી ખાતે સંસદોમાં મત વિસ્તારના પ્રશ્નો ની ચર્ચા માં ભરુચના સાંસદે ભરુચ નર્મદાના પ્રશ્નોની ચર્ચા કરી.
રાજા રજવાડા વખતની અંકલેશ્વર રાજપીપલાની રેલવે બંધ પડેલ રેલવે ફરી ચાલુ કરવાની માંગ

અંકલેશ્વર રાજપીપલાની રેલવેને રાજપીપલા થી કેવડિયા કોલોની સુધી લંબાવવાની પણ કરી માંગ.

રાજપીપલા, તા.22

રેલ ભવન દિલ્હી ખાતે કેન્દ્ર મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોસ્ત તથા રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે ગુજરાતના સાંસદોની બેઠક મળીહતી.જેમાં ગુજરાતના રેલવે ના વિવિધ વિષયોપ્રશ્નો પર ચર્ચા કરવામાં આવીહતી.સાથે સાંસદનાજે તે લોકસભામત વિસ્તારનાના પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી. જેમાં ભરૂચ રેલવેના પ્રશ્નો રેલવે સ્ટોપેજ સહિતના પ્રશ્નોની રજૂઆતપણ કરવામાં આવી હતી.સાથે સાથે રાજા રજવાડા વખતની અંકલેશ્વર રાજપીપલા જે રેલવે લાઈનજે ઘણા વખતથી બંધ છે તે ફરી ચાલુ કરવાની માંગ સાંસદ મનસુખ વસાવાએ કરી હતી. એ ઉપરાંત આજ ટ્રેનને રાજપીપલા થી કેવડિયા કોલોની સુધી લંબાવવામાં આવે તેવીપણ મહત્વની રજૂઆત કરવામાં આવીહતી.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati